નવીને રોહિત શર્માની વિકેટ લીધા બાદ કોહલીને ચિડવવા મનાવ્યો અજબ જશ્ન

  • May 25, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનનો ક્રિકેટર નવીન ઉલ હક આઈપીએલ ૨૦૨૩ માં ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. પ્રથમ વાર આઈપીએલમાં રમી રહેલા અફઘાન ખેલાડીએ ઝડપી બોલિંગ વડે સા પ્રદર્શન કર્યુ છે. પરંતુ નવીનની બોલિંગ કરતા વધારે તેની હરકતો ખૂબ જ ચર્ચામાં રહી છે. ખાસ કરીને વિરાટ કોહલી સાથેનો તેનો વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. વિરાટ કોહલીની વિકેટ આઈપીએલ મેચમાં પડવા દરમિયાન કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર દરમિયાનના સમયે નવીનની સોશિયલ મીડિયામાં કંઈકના કંઈક શેર કરવાને લઈને ખૂબ ચર્ચા જગાવી હતી. હવે ચેપોકમાં એલિમિનેટર મેચમાં મુંબઈના સુકાની અને સ્ટાર બેટર રોહિત શર્માની વિકેટ ઝડપીને અજબ હરકત કરી છે.




નવીન ઉલ હકે રોહિત શર્માની વિકેટ ઝડપ્યા બાદ અજબ જશ્ન મનાવીને ચર્ચા બનાવી છે. રોહિત શર્માએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટસ સામે પ્રથમ બેટિંગ કરવાનુ પસદં કર્યુ હતુ. આમ રોહિત શર્મા પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરતા જ નવીન ઉલ હકે મોટી વિકેટ હિટમેનના પમાં ઝડપી હતી. આમ મુંબઈને શઆતમાં જ મોટો ઝટકો નવીને આપ્યો હતો.





મુંબઈની બેટિંગની ચોથી ઓવરમાં જ રોહિત શર્માની વિકેટ નવીન ઉલ હકે ઝડપી હતી. રોહિત શર્માએ ઓવરના બીજા બોલ પર જ લગાવેલા શોટથી બોલ સીધો જ ફિલ્ડરના હાથમાં પહોંચ્યો હતો. આસાન કેચ ઝડપાતા જ નવીન ખુશીથી જશ્ન મનાવવા લાગ્યો હતો. પરંતુ તેની ખુશીઓનો અંદાજ કંઈક જુદો હતો. તેના જશ્ન એ સૌનુ ધ્યાન તેની તરફ ખેંચ્યુ હતુ. નવીને બંને હાથની આંગળીઓ વડે પોતાના કાનને દબાવ્યા હતા.





નવીને મનાવેલ આ જશ્નને વિશ્વમાં નો નોઈઝ સેલિબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહારના અવાજને બધં કરવાના પમાં ખેલાડી આ પ્રકારે સેલિબ્રેશન કરતા હોય છે. લખનૌ સુપર જાયન્ટસનો કેપ્ટન કેએલ રાહત્પલ પણ આ પ્રકારે અનેક વાર સદી અને મોટી ઈનીંગ વેળા સેલિબ્રેશન મનાવે છે.




ચેન્નાઈમાં પ્રેક્ષકોએ નવીનને ચિડાવવા માટે કોહલી–કોહલી ના નારા લગાવ્યા હતા. નવીન–ઉલ–હક બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે જ આવું સાંભળવા મળ્યુ હતુ. કોહલી સાથે તેનુ ઘર્ષણ થયુ ત્યારથી, નવીન યારે પણ બેંગ્લોરની હાર થઈ હોય કે અથવા કોહલીની વિકેટ પડે છે ત્યારે તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો નવીન ઉલ હક વિદ્ધ નારા લગાવી રહ્યા હતા. જેથી નવીને પણ નો નોઈઝ સેલિબ્રેશન મનાવી બહારના અવાજને લઈ આ ઈશારો કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application