ઉપલેટાના સાતવડી ગામમાં પાણી ફરી વળ્યા: ટાપુમાં ફેરવાતા ગ્રામજનો મુસીબતમાં

  • July 21, 2023 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતવડી ગામમાં ફુલઝર નદીના પાણી છેક ગામમાં ઘુસી જતા લોકો ભય માં મુકાયા હતા આજે સતત બીજા દિવસે અનરાધાર મેંઘ સવારી ને લીધે ફુલઝર નદી ગાંડીતુર બની હતી ઉપરવાસના બુટાવદર બગધારા મેથાણ સડોદર સુધી આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ પડતા પાણી ફુલઝર નદી માં આવતા નદી ના પાણી સાતવડી ગામ તેમજ માંડાસણ ગામમાં ઘુસી ગયેલ છે સાતવડી જવા માટે એક માત્ર બેઠો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયેલ છે પુલ ઉપરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું હોય નદીના પાણી નો સતત ઘસારો વધતા પાણી ગામમાં ઘુસી ગયેલ નીચાણવાળા વિસ્તારના લોકોને સરપંચશ્રી તેમજ ગામ આગેવાનોએ સાવચેત કરી વ્યવસ્થા કરી આપેલ છે દર વર્ષે સાતવડી ગામની આ પરિસ્થિતિ ઉભી થતી હોય ગ્રામજનોની પુલ ઉંચો બનાવી આપવા તંત્ર સમક્ષ તીવ્ર માંગ ઉઠવા પામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application