Lebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત

  • September 18, 2024 11:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લેબનોનના બેકા વિસ્તારમાં બુધવારે વધુ એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ વોકી-ટોકી ઉપકરણમાં થયો હતો જેના કારણે 9 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. જ્યાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ મંગળવારે થયેલા બ્લાસ્ટનો બદલો લેતા રોકેટ વડે ઈઝરાયેલી તોપખાનાના ઠેકાણા પર હુમલો કર્યો.


લેબનોનમાં મંગળવારે સીરીયલ પેજર બ્લાસ્ટ બાદ બુધવારે લેબનોનના બેકા વિસ્તારમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ વોકી-ટોકી ઉપકરણમાં થયો હતો, જેના કારણે 9 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.


વિસ્ફોટ માટે ઈઝરાયેલ જવાબદાર

તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા હતા અને ત્રણ હજાર લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાએ આ વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે, ઈઝરાયેલી સેનાએ આ વિસ્ફોટ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application