દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો

  • May 23, 2025 06:32 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો

 
આઈ.સી.ડી.એસ.,મહિલા અને બાળ વિકાસ વિભાગ - દેવભૂમિ દ્વારકા દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા તથા જનસમુદાયને માહિતગાર કરવાના ભાગરૂપે તથા આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો  આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકો અને વાલીઓ માટે  આંગણવાડીમાં પ્રવેશપાત્ર બે થી ત્રણ વર્ષ સુધીના બાળકો અને વાલીઓ માટે આંગણવાડી કક્ષાએ ‘બાલક પાલક’ કાર્યક્રમનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.  

જેમાં બહોળા પ્રમાણ વાલીઓ, ગામના આગેવાનો તથા બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેકટ ‘પા પા પગલી’ અંતગર્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા સરકાર દ્વારા આપવા આવતી સેવા વિશે માહિતગાર કરવામાં આવેલા તેમ પ્રોગામ ઓફિસર, આઇ.સી.ડી.એસ.-દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application