દ્વારકાધીશના ચરણોમાં વડાપ્રધાને જુકાવ્યુ શીશ, શારદાપીઠની પણ લીધી મુલાકાત, જુઓ Video

  • February 25, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​આજે લોકલાડીલા વડાપ્રધાન દ્વારકાના પ્રવાસે છે, અહી તેમણે પહેલા બેટ દ્વારકા મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ દેશના સૌથી મોટા કેબલ બ્રીજ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેઓ ચારધામ માંના એક એવા દ્વારકાધીશ મંદિરે પહોચ્યા હતા, દ્વારકાધીશ સમક્ષ શીશ જુકાવી તેમણે કાળિયા ઠાકોરની પૂજા કરી હતી, મંદિર પરિસરમાં ભ્રમણ કરી તેઓએ મંદિરની બાજુમાં જ આવેલા જ્ઞાન કેન્દ્ર એવા શારદાપીઠની મુલાકાત લીધી હતી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, પ્રભારી સચિવ મુકેશ પંડ્યા અને રીઅલ એડમિરલ અનિલ જગ્ગીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.


ભારતમાં શ્રી કૃષ્ણના ઘણા ભવ્ય અને સુંદર મંદિરો છે. જેમાં ભક્તોની ઊંડી આસ્થા છે. પરંતુ તેમાં દ્વારકાનું જગત મંદિર સૌથી જૂનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિર લગભગ 5 હજાર વર્ષ જૂનું છે અને તેનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. દ્વારકાને શ્રી કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. કારણ કે જ્યારે શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું ત્યારે તેઓ અહીં આવ્યા અને પોતાની નગરીની સ્થાપના કરી.

મંદિરને દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર, આ મંદિર સૌ પ્રથમ શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ મંદિરને તેનું વર્તમાન સ્વરૂપ 16મી સદીમાં મળ્યું. એવું કહેવાય છે કે આ ભવ્ય મંદિરમાં બે દરવાજા છે, જેમાંથી એક સ્વર્ગ તરફ અને બીજો મોક્ષ તરફ લઈ જાય છે. મંદિરની પૂર્વમાં દુર્વાસા ઋષિનું મંદિર અને દક્ષિણમાં જગદગુરુ શંકરાચાર્યનું શારદા મઠ છે. આ મંદિરમાં કુશેશ્વર શિવ મંદિર પણ છે, જેના દર્શન વિના તીર્થયાત્રા પૂર્ણ થતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application