BREAKING NEWS

જામનગરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી સાથે મુદ્દામાલ કબ્જે

  • April 08, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી સાથે મુદ્દામાલ કબ્જે.

સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી, બે બાઈક અને મોબાઇલ સાથે આરોપી ઝડપાયો

જામનગર શહેરમાં બનેલા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને બે બાઈક કબજે કર્યા છે.


પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સપેક્ટર વી.એમ. ડોડીયાની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ દરમિયાન લાલવાડી વિસ્તાર નજીકથી આરોપી અંકિત મહેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરી કરાયેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ. ૧૫,૦૦૦) કબ્જે કરી અનડિટેક્ટ ગુનો ઉકેલવામાં આવ્યો છે.


આ ઉપરાંત આરોપી પાસેથી વધુ એક મોટરસાયકલ (રૂ. ૧૫,૦૦૦) તથા બે મોબાઇલ ફોન (રૂ. ૧૮,૦૦૦) મળી કુલ રૂ. ૪૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News