BREAKING NEWS

જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને : લીંબુ એક કીલોના રુપીયા ૨૫૦

  • March 30, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શાકભાજીના ભાવ આસમાને : લીંબુ એક કીલોના રુપીયા ૨૫૦

ઉનાળા આવતા શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ખેડૂતોને શાકના પૂરતા ભાવ ન મળતા હોવાની પણ ફરિયાદ: પરવળ, ભીંડો, ગુવાર, ફલાવર, ચોળા, લસણ અને મરચીના ભાવ ૧૦૦ ને પાર

ઉનાળાની શરુ​​​​​​​આત થતાં જ જામનગરની શાક માર્કેટમાં ભાવોમાં ધરમખ વધારો આવ્યો છે, હજુ થોડા સમય પહેલા જ રુપીયા​​​​​​​​​​​​​​ ૪૦ થી પ૦ માં કિલોએ મળતા લીંબુની ખટાશ ખૂબ જ વધી ગઇ છે અને છેલ્લા બે દિવસથી લીંબુના કિલોના ભાવ રપ૦ થી ર૬૦ પહોંચી ગયા છે. આ ઉપરાંત કેટલાક શાકભાજીના ભાવ સદીને વટાવી ગયા છે. મરચાં, પરવળ, ભીંડો, ગુવાર, ફલાવર, આદુ, લસણ, મરચીના ભાવ સદી ફટકારી ચૂક્યા છે. એટલે કે આ ભાવવધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ થઇ ગયું છે, પરંતુ ચિંતા એ વાતની છે કે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી તેઓને આર્થિક ખોટનો સામનો કરવો પડે છે. 

સુભાષ શાક માર્કેટની વાત લઇએ તો ત્યાં જે ભાવ હોય છે તેના કરતા ર૦ ટકા જામનગર શહેરના વિસ્તારોમાં ફરતી રેંકડીઓ અને ઉભા કરાયેલા પાટલામાં ભાવ વધારે હોય છે. લીંબુ ઉનાળામાં દર વખતે મોંઘા થાય છે, પરંતુ હજુ તો શરુ​​​​​​​આતમાં જ એક ઝાટકે રપ૦ સુધી કિલોના પહોંચી ગયા છે. ત્યારે ૧૦ રુ​​​​​​​પિયામાં એક નાનું લીંબુ મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કોબીના ભાવ રુપીયા​​​​​​​ પ૦ થી ૬પ, સસ્તામાં મળતી દૂધી ૬૦ ને પાર કરી ગઇ છે, રીંગણા હવે ઓછા ખવાય છે ત્યારે તેના ભાવ પ૦ થી ૬૦ પહોંચી ગયા છે.

છેલ્લા ચાર દિવસથી મરચાંની તીખાશ પણ વધી ગઇ છે. મરચાં ૮૦ થી રુપીયા​​​​​​​૧૦૦ માં કિલોએ મળે છે, જ્યારે તીખી મરચી રુપીયા​​​​​​​. ૧ર૦ થી ૧૩૦ મળતી જોવા મળી છે. પરવળ શાકમાં સૌથી મોંઘુ શાક ગણાય છે તેના ભાવ રુપીયા​​​​​​​ ૧૮૦ થઇ ગયા છે, જ્યારે ગુવાર તો છેલ્લા કેટલાક દિવસથી ૧૪૦ થી ૧પ૦ માં કિલો મળે છે. ટમેટા રુપીયા​​​​​​​ રપ થી ૩૦, સરગવો ૭૦ થી ૭પ, ગાજર ૩૦ થી ૪૦ અને ફલાવરના ભાવ રુપીયા​​​​​​​ ૮૦ થી ૧૦૦ થયા છે. જો કે હવે ફલાવરમાં ઉનાળો આવતા જ મીઠાશ ઘટી છે અને બહુ ઓછું વેચાઇ રહ્યું છે.

શાક બજારમાં ચોરા મોટેભાગે મોંઘા જોવા મળે છે. રુપીયા​​​​​​​ ૮૦ થી ૧૦૦ ના ભાવે કિલો ચોરા મળે છે, કોથમરી ર૦, મેથી ર૦ થી ૩૦, તાંજીરીયો ૧પ થી ર૦ ના પુરીયા ભાવે મળે છે ત્યારે આદુ, હળદર કિલોના રુપીયા​​​​​​​ ૧૦૦ આસપાસ પહોંચી ગયા છે. ટીંડોરા રુપીયા​​​​​​​ ૮૦ થી ૯૦, નવા બટેટા રુપીયા​​​​​​​ ર૦ થી ૩૦ અને નાની બટેટી રુપીયા​​​​​​​ ૧પ થી ર૦ કિલો લેખે મળે છે. મોંઘવારીમાં ગૃહિણીઓને શું બનાવવું તેની ચિંતા થઇ રહી છે. જ્યારે ઘીસોડા રુપીયા​​​​​​​ ૬૦ થી ૭૦, ગલકા ૭૦ થી ૭પ, સુકી ડુંગળી ૩૦ થી ૪૦, લસણ (નવું) રુપીયા​​​​​​​ ર૦૦ થી રપ૦ ના ભાવે બજારમાં મળી રહ્યું છે.

ઉનાળામાં દર વખતે શાકભાજી મોંઘા થાય છે તે હકીકત છે, પરંતુ હજુ તો ઉનાળાની શરુ​​​​​​​આત છે ત્યાં જ લીંબુએ પોત પ્રકાશ્યું છે અને તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને ખેડૂતો માર્કેટ યાર્ડના આવે ત્યારે તેના ભાવ પૂરતા પ્રમાણ ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે, કોબી અને દૂધી માત્ર ૧પ થી ર૦ માં યાર્ડમાં વેચવામાં આવે છે, જ્યારે ભીંડો અને ગુવાર ૩૦ થી ૪૦ ના ભાવમાં લાગઠમાં વેચતા હોય છે, ટમેટા રુપીયા​​​​​​​ પ થી ૭ માં વેચાઇ છે ત્યારે વચ્ચેના કમિશન એજન્ટો માલમાંથી એટલું બધું કમિશન ખાય તે જોવા મળે છે. માર્કેટના ભાવ કરતા જામનગરની બજારમાં છેલ્લી ગલીમાં ફરતા ફેરીયાઓના ભાવમાં ર૦ થી રર ટકાનો ફેરફાર રહે છે. તેઓને પણ હાથલારી ખેંચીને અલગ અલગ વિસ્તારમાં જવું પડે છે તેથી ત્યાં થોડા વધુ ભાવ જોવા મળે છે. ખુદ ગામડાઓમાં શાકબજાર ગરમ થઇ ચૂકી છે, ત્યારે મોંઘવારીના મારમાં ગૃહિણીઓનું માસિક બજેટ હાલ તો ખોરવાઇ ગયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News