રાધનપુરમાં રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલરના ઘર પર અજાણ્યા શખસોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, બે કારમાં તોડફોડ કરી

  • December 11, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટણના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખસો આવીને ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. હાલ સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા સોસાયટીના લોકોમાં ડરનો માહોલ છવાયો છે.


રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રહેતા રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે મંગળવારે મોડીરાત્રે ફાયરિંગ તથા ગાડી અને ઘરમાં તોડફોડ થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ હોય તેવા કોઈ સમાચાર નથી. મંગળવારે રાત્રે પાંચથી છ અજાણ્યા શખસો આવીને કરશનભાઈના ઘરે અને બહાર પડેલી મોંઘીદાટ બે કારમાં તોડફોડ તથા ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.



હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાંચથી છ જેટલાં શખસો રાત્રિ દરમિયાન ધસી આવ્યા હતા. તેમણે આશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ સાથે બે ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ શખસોએ ઘરની બારીઓના કાચ પણ ફોડી નાખ્યા છે. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે. અંગત અદાવતમાં આ ફાયરિંગ થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રિટાયર્ડ જેલરે રાધનપુર પોલીસમાં ફરિયાદ આપી છે. સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application