BREAKING NEWS

નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં મહા રક્તદાન અભિયાન: માનવ સેવાનો અનોખો મહાયજ્ઞ

  • July 11, 2026 10:44 AM 

નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં મહા રક્તદાન અભિયાન: માનવ સેવાનો અનોખો મહાયજ્ઞ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રણજીત સાગર રોડ સહિત શહેરના ૮ સ્થળોએ રક્તદાતાઓની લાગી લાંબી કતારો

પાટીદાર સમાજના અગ્રણી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા એવા નરેશભાઈ પટેલના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણીના ભાગરૂપે આજે જામનગર શહેરમાં માનવ સેવાનું એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. ખાસ કરીને જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ખોડલધામ ટ્રસ્ટના કાર્યાલય ખાતે વહેલી સવારથી જ રક્તદાતાઓની લાંબી લાઇનો જોવા મળી હતી. સમાજસેવા અને માનવતાના આ સેવાકીય યજ્ઞમાં યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોએ હોંશે-હોંશે સ્વૈચ્છિક રક્તદાન કરી, નરેશભાઈ પટેલને તેમના જન્મદિવસ પર સાચા અર્થમાં એક અર્થસભર ભેટ અર્પણ કરી હતી.

'રક્તદાન એ જ મહાદાન' ના જીવનમંત્રને સાર્થક કરતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું વ્યાપક આયોજન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે જામનગર શહેરમાં કુલ ૮ જેટલી અલગ-અલગ જગ્યાઓ પર આ રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દરેક સ્થળે તબીબી ટીમો અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાપનની ઉત્કૃષ્ટ કામગીરી નિભાવવામાં આવી હતી. આ સંયુક્ત અને ભગીરથ પ્રયાસ થકી એકત્રિત થયેલું રક્ત ભવિષ્યમાં અનેક જરૂરિયાતમંદ અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે નવજીવન સમાન બની રહેશે.નરેશભાઈ પટેલના જન્મદિવસને કેવળ કોઈ ઉત્સવ પૂરતો સીમિત ન રાખતાં, તેને સમાજ ઉત્કર્ષ અને સ્વાસ્થ્ય સુરક્ષાના એક વિશાળ અભિયાનમાં પરિવર્તિત કરીને આ બંને સંસ્થાઓએ સમગ્ર ગુજરાતને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application