ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની જામનગરમાં ભાજપ દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો સાથે અનોખી ઉજવણી.....

  • July 15, 2023 02:34 PM 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની જામનગરમાં ભાજપ દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો સાથે અનોખી ઉજવણી.....


ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આજે જન્મદિવસની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વિવિધ મોરચાઓ દ્વારા આજે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને દિવ્યાંગો સાથે સેવાકીય કાર્ય કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી....


ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ તથા સરળ સ્વભાવના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય ત્યારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોર્ચાઓ દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને ભોજન કરાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ. 


જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટર ખાતે દિવ્યાંગોના હસ્તે મુખ્યમંત્રીના ફોટા વાળી કેક કાપી અને દિવ્યાંગોને કેક ખવડાવી તેમજ નાસ્તો કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 


આ કાર્યક્રમમાં શહેર ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મેયર બીનાબેન કોઠારી, મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા તથા શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને ભાજપ યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા તથા નગરસેવકો અને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application