પાલીતાણામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં ઇફકો સહકારી સંમેલન યોજાયું

  • March 13, 2023 02:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ઇફકો દ્વારા નેનો યુરિયા ઉત્પાદન થકી વિદેશી આયાત પર નિર્ભર નહી રહેવું પડે : ઇફકો મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થી


પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી 

ડો. મનસુખભાઈ માંડવીયા ની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાઈ ગયું.


કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે દેશ દુનિયામાં આજે ભારતમાં બનતું નેનો યુરિયા ની માંગ વધી છે તો સાથો સાથ ભારતમાં ખેડૂતો યુરિયા કરતા સસ્તા ભાવે નેનો યુરિયા ખરીદી કરીને તેનો ઉપયોગ કરે છે તેઓ  ભાવ સસ્તો હોવાને લીધે બચત કરતા થયા છે.


મંત્રી એ વધુમાં જણાવ્યું હતુ કે, જે ગામમાં યુરિયાની એક પણ થેલી વહેચાય નહી અને નેનો યુરીયાનો જ ઉપયોગ બધા ખેડૂતોએ કર્યો હોય એ ગામને પાંચ લાખની ગ્રાન્ટ આપવાનું જાહેર કર્યું હતું. ખેડૂતોને યુરિયા નો વપરાશ કરવાથી જે ઉત્પાદન આવે એ જ નેનો યુરિયા ના વપરાશથી  થાય છે એમાં ધટાડો થયો નથી, આવનારા નવા બદલાવને લોકોએ સ્વીકારવો જોઈએ.


આ તકે ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે,વિદેશથી આયાત કરેલ યુરિયા ખેડૂતો સુધી પહોંચતા ખૂબ જ મોંઘી ના પડે તેથી સરકાર સબસિડી આપે છે તો પણ ખેડૂતોને યુરિયા મોંઘુ પડતું હોય એ ધ્યાને આવતા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત દેશ માં જ યુરિયા બનાવવાનો વિચાર દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો આમ, ભારતમાં જ યુરિયાનું ઉત્પાદન થાય તે કામ ખૂબ જ અઘરું હતું ત્યારે ઇફકોએ આગેવાની લીધી આજે આપડે ગુજરાતમાં જ નેનો યુરિયા બનાવી શકીએ છીએ.


આ તકે ઉપસ્થિત ઇફકો ન્યુ દિલ્હીના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે દેશમાં જ નેનો યુરિયા ખાતર બનાવવાની પહેલ શરૂ કરી છે એટલે હવે ઇફકો દ્વારા બનાવેલ નેનો યુરિયા થી હવે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડશે નહિ.


આ સંમેલનમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના પ્રમુખ કેશુભાઈ નાકરાણી, ભાવનગર જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ  ઘનશ્યામભાઈ સિહોરા, ઇફકો ન્યુ દિલ્હીના માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્ર કુમાર, પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના પ્રમુખ નાગજીભાઈ વાઘાણી, ઇફકોના સ્ટેટ માર્કેટિંગ  મેનેજર એન એમ ગજેરા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application