નથુરામ ગોડસેને ભારતના 'સપુત' ગણાવતા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ

  • June 10, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેવા આક્રમક નહોતા: ગિરિરાજ સિંહ




મહારાષ્ટ્રથી શરૂ થયેલી ઔરંગઝેબ અને ગોડસે વિશેના વિવાદાસ્પદ નિવેદનબાજીમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ કૂદી પડ્યા છે. છત્તીસગઢમાં કેન્દ્રીય મંત્રી સિંહે નાથુરામ ગોડસેને ભારતના 'સપુત' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના હત્યારા એટલે કે ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેવા આક્રમક નહોતા. તેમનો જન્મ ભારતમાં થયો હતો.




કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જો ગાંધીનો હત્યારો છે તો ગોડસે પણ ભારતનો પુત્ર છે. તેમનો જન્મ ભારતમાં જ થયો હતો. તેઓ ઔરંગઝેબ અને બાબર જેવા આક્રમણખોરો નથી. જેને બાબરનો પુત્ર કહીને આનંદ થાય છે, તે કમ સે કમ ભારત માતાનો સાચો પુત્ર તો નથી બની શકતા.




મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં તાજેતરની હિંસાના સંદર્ભમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઔરંગઝેબના ઓલાદનો અચાનક જન્મ થયો છે. આના પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કરતા કહ્યું- કોણ છે 'ગોડસેનો પુત્ર'.




કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પર આતંક ફેલાવવાનો અને ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર આવશે ત્યારે તે ધર્મ પરિવર્તનને લઈને કડક કાયદો બનાવશે. . આ સિવાય જો કોઈ ધર્માંતરણ કરશે તો તેને જેલમાં મોકલવામાં આવશે. આગળ કહ્યું- આ તે સરકાર છે જે ધર્માંતરણ કરાવે છે. ધર્મ પરિવર્તનનો વિરોધ કરનારાઓ સામે રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ સરકાર આતંક ફેલાવી રહી છે.



આ સાથે તેમણે કહ્યું કે, ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અહીં આદિવાસી અને બિન-આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સમજવું જોઈએ કે, જ્યાં સુધી ભારતમાં સનાતનીઓ છે ત્યાં સુધી જ ભારત ભારત છે. ભારતના સનાતનીઓનું ધર્માંતરણ થશે તો લોકશાહી ટકી શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application