ઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા

  • September 20, 2024 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ અટક્યું નથી. ઇઝરાયેલી સૈન્ય IDF ગાઝા અને પશ્ચિમ કાંઠે પાયમાલી ચાલુ રાખે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈઝરાયેલના સૈનિકો પશ્ચિમ કાંઠે એક બહુમાળી ઈમારતની છત પરથી કેટલાક પેલેસ્ટિનિયન યુવકોના મૃતદેહ ફેંકતા જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે.


ઈઝરાયેલની સેના ગઈકાલે પશ્ચિમ કાંઠાના ઉત્તરીય ભાગમાં દરોડા પાડવા માટે પહોંચી હતી. આ સમય દરમિયાન IDFએ કબાતિયા શહેરમાં ઘણી ઇમારતો પર દરોડા પાડ્યા હતા. ઈઝરાયલી સૈનિકોએ ઈમારતની છત પર પડેલા કેટલાક મૃતદેહોને નીચે ફેંકી દીધા હતા. તે સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.


આ ઘટનાના વાયરલ વીડિયોમાં ઈમારતની છત પર ઉભેલા કેટલાક ઈઝરાયલી સૈનિકો ત્યાં પડેલા મૃતદેહોને ઉપાડીને છતની કિનારે લાવી અને ત્યાંથી નીચે ફેંકતા જોઈ શકાય છે.


પેલેસ્ટિનિયન માનવાધિકાર જૂથ, અલ-હકના ડાયરેકટર શોન જબરીને કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર નથી. પેલેસ્ટિનિયન લોકોના મૃતદેહો સાથે પ્રાણીઓની જેમ વ્યવહાર કરવામાં આવતો હતો. આ વિડિયો ચોંકાવનારો છે. મને શંકા છે કે ઈઝરાયેલ પણ આ ઘટનાની યોગ્ય તપાસ નહીં કરે.


પેલેસ્ટિનિયન નેશનલ ઇનિશિયેટિવના મહાસચિવ મુસ્તફા બરગૌતીએ કહ્યું કે ઇઝરાયલી સૈનિકો દ્વારા પેલેસ્ટિનિયનોના મૃતદેહોને છત પરથી ફેંકવાના વીડિયો સંપૂર્ણપણે અમાનવીય છે. મને ખાતરી છે કે ઇઝરાયલી સૈનિકોએ એ પણ તપાસ્યું નથી કે તેઓએ જે લોકોને છત પરથી ફેંકી દીધા હતા તેઓ જીવિત છે કે નહીં.


તેમણે કહ્યું કે તમે એમ ન કહી શકો કે યુદ્ધ દરમિયાન આ વાજબી છે કારણ કે પશ્ચિમ કાંઠે કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી.


આ વિવાદ પર ઈઝરાયેલી સેનાએ શું કહ્યું?


જો કે, આ સમગ્ર મામલાના વિવાદ પછી ઇઝરાયેલી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ખૂબ જ ગંભીર ઘટના છે અને તે IDFના મૂલ્યો સાથે મેળ ખાતી નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઈઝરાયેલે કહ્યું કે તેના દળોએ ગઈકાલે કબાતિયા શહેરમાં ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application