આ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ

  • September 20, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાભરમાં લગ્નની અલગ અલગ પરંપરાઓ છે. આમાંની કેટલીક પરંપરાઓ એવી છે કે જે લોકોને વિચારવા મજબૂર કરી દે છે. કેટલીક એવી પણ લગ્નની પરંપરા છે જે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. આ દેશમાં કન્યાને લગ્ન માટે અનોખી પરંપરામાંથી પસાર થવું પડે છે. આ રસપ્રદ પરંપરામાં લોકો દુલ્હન પર ટામેટાં અને ઈંડા ફેંકે છે. જાણો આ પરંપરા કયા દેશમાં છે.


જો કહેવામાં આવે કે લગ્ન પહેલા દુલ્હન પર સડેલા ઈંડા અને ટામેટાંનો વરસાદ કરવામાં આવશે, તો કેટલું વિચિત્ર લાગે. આમ કરવાથી પાર્લરમાં ખર્ચવામાં આવતા તમામ પૈસા બરબાદ થઈ જશે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં લગ્ન પહેલા વર-કન્યા પર હળદર અને ચંદનની જગ્યાએ સડેલા ટામેટાં, સડેલા ઈંડા અને માછલી જેવી ગંદી વસ્તુઓ ફેંકવામાં આવે છે. સ્કોટલેન્ડમાં લગ્ન પહેલા વર-કન્યાને એક ઝાડ સાથે બાંધવામાં આવે છે અને પછી તેના પર ચોકલેટ સીરપ, દૂધ, લોટ, સડેલા ઈંડા, સડેલા ટામેટાં અને સડેલી માછલીઓ નાખવામાં આવે છે.


આ ધાર્મિક વિધિ કરવા પાછળ લોકો માને છે કે તે દુલ્હા અને દુલ્હનને દુષ્ટ શક્તિઓથી બચાવે છે. જો તેઓ લગ્ન પહેલા આ બધી બાબતોનો સામનો કરતી વખતે પોતાની જાતને સંભાળી લેશે તો તેઓ જીવનમાં આવનારા પડકારોનો સરળતાથી સામનો કરી શકશે. જો કે આ ધાર્મિક વિધિ સમગ્ર સ્કોટલેન્ડમાં કરવામાં આવતી નથી પરંતુ આ પરંપરા ફક્ત દેશના કેટલાક ભાગોમાં જ અનુસરવામાં આવે છે.


આ પરંપરા ઘણી સંસ્કૃતિઓમાં જોવા મળે છે  પરંતુ તેનું અર્થઘટન અને મહત્વ અલગ અલગ હોય શકે છે. ગ્રીક સંસ્કૃતિમાં  આ પરંપરા નજર અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કરવામાં આવે છે. કેટલીક અન્ય સંસ્કૃતિઓમાં તેને કન્યાની સુંદરતા અને આરોગ્યની સુરક્ષા તરીકે જોવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News