કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જામનગરજિલ્લાના હસ્તશિલ્પના કારીગર બહેનો સાથે સંવાદ કર્યો

  • March 07, 2023 06:36 PM 

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી​​​​​​​ દર્શનાબેન જરદોશે જામનગર શહેરના જૂના નાગના વિસ્તારમાં આવેલા હસતશિલ્પ ક્લસ્ટરમાં હસતશિલ્પના કારીગર બહેનો સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં મંત્રીએ જામનગરની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાંધણી અને એપ્લિક વર્કની કામગીરી નિહાળી હતી. આ બહેનોએ સરકારની સમર્થ યોજના હેઠળ તાલીમ મેળવીને વિવિધ વસ્તુઓ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી તેમાંથી પર્સ, દુપટ્ટા, ફાઈલો,રજાઈ,પડદા, ડ્રેસ,સાડી જેવી અનેક વિવિધ વસ્તુઓ બનાવે છે. જે કામગીરીનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જામનગરની પ્રખ્યાત બાંધણીની અવનવી ડિઝાઈનો અને તેમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનું પણ નિરીક્ષણ કરી બહેનોની કામગીરીની પ્રશંશા કરી હતી. 

જામનગર જિલ્લાની બહેનોએ વર્ષ 2022માં સમર્થ યોજના હેઠળ 52 દિવસની એપ્લિક ટ્રેનિંગ લઈ એપ્લિક વર્ક બનાવવાની આવડત પ્રાપ્ત કરી છે. આ 45 બહેનોને કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કામ શીખી જામનગર જિલ્લાની બહેનો આત્મનિર્ભર બની છે. અને સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્ટોલ ઊભા કરીને બહેનોએ તૈયાર કરેલી વસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચે તે પ્રકારે આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાની બહેનોએ સમર્થ યોજના હેઠળ મેળવેલ તાલીમનો અનુભવ પણ મંત્રીએ જાણ્યો હતો. ઉપરાંત કેબિનેટમંત્રીના હસ્તે જામનગર ડિઝાઇનર સેન્ટર કંપનીનું તેમજ હેન્ડક્રાફ્ટ એમ્બ્રોડોરી વેબસાઇટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના હસતશિલ્પના કારીગરોએ તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. 

આ સંવાદ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, વિજયસિંહ જેઠવા, લાલજીભાઇ સોલંકી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના દર્શિત ભટ્ટ,  કાર્તિક ચૌહાણ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application