ભાવનગર : વાવડીના વળાંક પાસે મોટરસાયકલ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનના મોત

  • September 05, 2023 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વાવડી ગામના વળાંક પાસે ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા મોટર સાયકલ પર જઈ રહેલા ભુમલીના બે યુવાનના મોત નિપજ્યું હતા આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ કુંભલી ગામે રહેતા હકાભાઇ કરસનભાઈ કસોટીયા વર્ષ 46 અને માલાભાઈ તેજાભાઈ કસોટીયા ઉંમર વર્ષ 28 મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે વાવડી ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે સામેથી આવી રહેલા ડમ્પર મોટરસાયકલને અડફેટે લેતા એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર હાલતે ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application