નવાપરામાં અડચણ‚પ મુકાતા વાહનો સામે મહાનગરપાલિકાની લાલ આંખ

  • September 20, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નવાપરામાં ટ્રાફિકની સમસ્યા નાં ભાગરૂપે એસ્ટેટ વિભાગ દ્વારા ૪૫ લે-વેચ તેમજ રીપેરીંગવાળી દુકાનોનો સર્વે કરવામાં આવેલ જેમાં ૧૫૦ ટુ વ્હીલર તેમજ વાહનોની લે-વેચ અને રીપેરીંગ વાળી દુકાનોનાં વાહન પાર્ક કરવામાં આવેલ હતા મિલકતધારકોને રોડ પર પાર્ક કરેલ વાહનો હટાવી લેવા સૂચના આપવામાં આવેલ હતી. ના ૪૫ દુકાનોને રોડ પર પાર્ક કરેલ વાહનો હટાવી લેવા અને ભવિષ્યમાં રોડ પર પાર્ક ન કરવા નોટીસ આપવામાં આવેલ છે. પાર્ક કરેલ અડચણરૂપ વાહનો-વસ્તુઓ હટાવવામાં નહિ આવે તો કાયદેસરની દંડની કાર્યવાહી તથા જપ્તીની કાર્યવાહી કરવામાં આવનાર છે.
એસ્ટેટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની હદમાં આવેલ જર્જરિત મકાનો,બાંધકામવાળી મિલકતો જે જર્જરિત હાલતમાં હોય અને જોખમકારક બનેલ હોય તેવા જર્જરિત મકાનો -મિલકતો ભારે વરસાદ કુદરતી હોનારત કે અન્ય કારણોસર તૂટી પડે અને કોઈના જાન માલને નુકસાન ન થાય તે હેતુસર આવી ૪૦ જર્જરિત મિલકતો પાડી નાખવા-સુરક્ષિત કરવા-મરામત કરાવી લેવા કે ઉતારી લઈ ભયમુક્ત કરવા કુલ ૭૫ મિલકતધારકોને નોટીસો આપવામાં આવેલ તેમજ, ભગવતી સર્કલ પાસે આવેલ ધર્મરાજ કોમ્પ્લેક્ષમાં કુલ ૩૮ દુકાનો અને ૩૦ ફ્લેટ નો વપરાશ બંધ કરવા અને ધર્મશૈલ શોપિંગ સેન્ટરમાં આવેલ ૩૨ જેટલી જર્જરિત દુકાનોનો વપરાશ બંધ કરવા માટે પાણી, ડ્રેનેજ તથા વીજ કનેકશન કટ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News