બે આરોપીએ હાઇકોર્ટમાં કરેલી કવોશિંગ પિટિશન પાછી ખેંચી

  • July 26, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાગદડી આશ્રમના મહંતને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં




રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે ખોડિયારધામ આશ્રમનાં મહતં જયરામદાસબાપુનાં આપઘાત પ્રકરણમાં હિતેષ જાદવ અને અલ્પેશ સોલંકીએ હાઈકોર્ટમાં કરેલ કવોશિંગ પિટિશન વિથડ્રો કરી લીધી છે.





આ કેસની હકીકત મુજબ કાગદડી ગામે ખોડિયારદાસ આશ્રમનાં મહતં જયરામસ ગુ પ્રેમદાસે તા. ૧.૬.૨૦૨૧ નાં વહેલી સવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી (રહે. પેઢાવાડા, તા. કોડિનાર), હિતેશ લખમણભાઈ જાદવ (તા. સુત્રાપાડા) અને વિક્રમ દેવજીભાઈ સોહલા (રહે. ગાંધીગ્રામ, રાજકોટ) વિદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી.





તપાસ દરમ્યાન સાધુ જયરામદાસબાપુએ મરતા પહેલા લખેલ સ્યુસાઈડ નોટ મળી હતી, જેમાં આરોપી તરીકે અલ્પેશ, હિતેષ અને વિક્રમનાં નામો હતા. પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેની તપાસમાં સાધુએ ઝેરી દવા પીધી તેના આગલા દિવસે આરોપી વિક્રમ સોહલા સહિત શખ્સો કાગદડી સ્થિત આશ્રમે બ આવેલા હતા.




આરોપી વિક્રમ સોહલાએ સાધુને લાકડીથી માર માર્યેા હતો. બાદ બન્ને આરોપીઓએ બાપુને ગાડીમાં કયાંક લઈ ગયેલા અને અડધા કલાક બાદ બપોરનાં આશ્રમે મુકી ગયેલા હતા. બાદ સવારનાં બાપુએ દવા પી લેતા લાશને એમ્બ્યુલન્સમાં પી.એમ. કરવાના બહાને રાજકોટ લઈ ગયેલા અને બીજા દિવસે બપોરનાં અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતા. તપાસ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તેમાં આરોપી અલ્પેશ પ્રતાપ સોલંકી અને હિતેશ લખમણ જાદવે હાઈકોર્ટ સમક્ષ એફ.આઈ.આર. અને ચાર્જશીટ સામે કવોશિંગ પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટ કવોશિંગ પિટિશન મંજુર નહી કરે તેવુ લાગતા આરોપીઓએ પિટિશન વિથડ્રો કરી હતી.



આ કેસમાં સ્પેશયલ પી. પી. તરીકે એડવોકેટ રાકેશ દોશી અને સાક્ષી મનિષાબા દેરૈયા વતી એડવોકેટ સ્તવન મહેતા અને હાઈકોર્ટમાં એડવોકેટ મોસમ યાજ્ઞિક રોકાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application