તહેવારોની સિઝનમાં ટીવી, સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર થશે આટલા સસ્તા

  • June 17, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી, સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર સસ્તા થશે


મોંઘવારીમાં પીસાતી પ્રજાને રાહત મળે તેવા સમાચારો સામે આવ્યા છે. ટીવી, કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન ટૂંક સમયમાં સસ્તા થશે તેવું જાણવા મળ્યું છે.


કોરોના સમયગાળા દરમિયાન સ્પેરપાર્ટ્સ એટલે કે કાચા માલના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા કન્ટેનર દીઠ ખર્ચ ખૂબ જ વધારે હતો. જેમાં હવે લગભગ 80 ટકા જેટલો ઘટાડો થયો છે. સેમીકન્ડક્ટર ચિપ, કેમેરા મોડ્યુલ વગેરે સ્પેરપાર્ટ્સની કિંમત પણ નીચા સ્તરે પહોંચી ગઈ છે.હવે વિદેશી કંપનીઓ ઓછી કિંમતે માલનો વપરાશ કરશે.જેનો ભારતીય ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે.જેથી ટીવી, મોબાઈલ ફોન,કોમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સસ્તી થશે.જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટ વાર્ષિક ધોરણે 16 ટકા અને કોમ્પ્યુટર માર્કેટ 30 ટકા ઘટ્યું હતું.


કોવિડ રોગચાળાના સમયે પરિવહન માટે અમુક પ્રતિબંધોને લગાવામાં આવ્યા હોવાથી કાચા માલની અછત ઉભી થઇ હતી. જેના કારણે કંપનીઓએ ઉત્પાદનોની કિંમતો વધારવી પડી હતી. પરંતુ હવે ચીનમાં ફેક્ટરીઓ ફરી શરૂ થયા બાદ અને નિયંત્રણો હટાવ્યા બાદ ભાવમાં મોટો ઘટાડો થયો છે.ચીનથી ભારતમાં આવતા કન્ટેનર માટે પરિવહન ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. કોવિડના સમયે જે કન્ટેનર લગભગ 8000 ડોલરમાં ઉપલબ્ધ હતું. તે હવે માત્ર 850-1000 ડોલરમાં ઉપલબ્ધ છે. કોવિડ દરમિયાન સેમિકન્ડક્ટર ચિપ્સના ભાવ પણ વધ્યા હતા. પણ હવે તેમની કિંમતોમાં પણ 80 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય મોબાઈલ, લેપટોપમાં વપરાતી અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં પણ 60 થી 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


આ વર્ષે સ્પેરપાર્ટ્સની કિંમતોમાં ઘટાડા થવાથી કંપનીઓને કાચો માલ સસ્તા ભાવે મળી શકશે.આથી ઈલેક્ટ્રોનિક આઈટમો બનાવામાં પણ ખર્ચ ઓછો લાગતા ગ્રાહકોને ભાવમાં ફેરફાર જોવા મળશે. ખર્ચમાં ઘટાડો થવાથી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનમાં પણ વધારો થઈ શકે છે.ડિક્સન ટેક્નોલોજીસ, હેવેલ્સ અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓએ તેમના છેલ્લા ક્વાર્ટરના નાણાકીય પરિણામોમાં સંકેત આપ્યો છે કે આ વર્ષે તેમના માર્જિનમાં સુધારો થવાની સંભાવના છે.


કાચા માલમાં ઘટાડો નોંધાશે તો ફાયદો મોબાઈલ સિવાયના અન્ય ગેજેટ્સમાં પણ મળી શકે છે.લેપટોપ, સ્માર્ટ ટીવીની કિંમતમાં પણ ઘટાડો થઇ શકે છે.મોટા ઉપકરણો ઉપરાંત સ્માર્ટવોચ, ઇયરબડ અને અન્ય ઉપકરણોની કિમતમાં પણ આ વખતે ઘટાડો જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application