ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય

  • June 03, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે અકસ્માત છે. આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૨૩૩ થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ૯૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.મોરારીબાપુ રામકથા માટે કલકત્તા ગયા છે. 


એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટનાને અંગે મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. અને આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા ૫૦ લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. 


મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application