માધાપર પોર્ટ કોલોનીનો જર્જરીત ગેઇટ માથે પડતા બાળકનું કરૂણ મોત

  • March 19, 2023 12:04 AM 

માધાપર ભુંગા પોર્ટ કોલોનીના જર્જરીત ગેઇટ નજીક રમતા એક બાળક પર ગેઇટ પડતા કમકમાટીભર્યુ મૃત્યુ થયાનું બહાર આવતા આ વિસ્તારમાં અરેરાટી સાથે લોકોમાં બેદરકારો સામે આક્રોશ ફેલાયો હતો, આજુબાજુના લોકો સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.


જાણવા મળતી વિગત મુજબ જામનગરના માધાપર ભુંગા પાસે પોર્ટ કોલોનીનો ગેઇટ જર્જરીત હાલતમાં છે, દરમ્યાન આજે ગેઇટ નજીક બાળક રમતો હતો અને આ વેળાએ જર્જરીત ગેઇટ માસુમની માથે પડતા ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું.


આ અંગેની જાણ થતા આ વિસ્તારના આગેવાન અનવરભાઇ અને અનિલભાઇ સ્થળ પર દોડી ગયા હતા અને પ્રાથમિક વિગતો જાણી હતી, દરમ્યાનમાં જર્જરીત ગેઇટ બાબતે ચર્ચાઓ ઉઠી હતી અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી, વધુમાં મળેલી વિગત મુજબ બાળકનું નામ અલ્ફાઝ બેલાઇ ઉમર આશરે ૫ થી ૭ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, બનાવના પગલે આ વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application