BREAKING NEWS

જામનગર-તારાણામાં વિદેશી દારૂ​​​​​​​ની હેરાફેરી કરતા ૬ શખ્સો ઝડપાયા

  • June 19, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-તારાણામાં વિદેશી દારૂ​​​​​​​ની હેરાફેરી કરતા ૬ શખ્સો ઝડપાયા

૩ જયુપીટર બાઇક અને શરાબની નાની મોટી બોટલોનો જથ્થો જપ્ત: સમર્પણ સર્કલ, બેઠક પુલ, શંકરટેકરી, દિ.પ્લોટ, તળાવની પાળ અને તારાણામાં પોલીસના દરોડા

જામનગર શહેરના પાંચ અને જોડિયાના તારાણા વિસ્તારમાં એક મળી કુલ ૬ સ્થળે પોલીસ દ્વારા દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જયુપીટર બાઇક અને દારૂની નાની મોટી બોટલોનો જથ્થો કબ્જે કરી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. સમર્પણ સર્કલ, બ્રીજ પાસેના રોડ પર તથા બેઠક પુલ, તળાવની પાળ, શંકરટેકરી, દિ.પ્લોટ ૪૯ અને તારાણામાં પોલીસ ત્રાટકી હતી.

જામનગરના સીટી સી ડીવીઝનના પીઆઇ એન.બી. ડાભીની સૂચનાથી સ્ટાફ રોઝી પેટ્રોલપંપ પાસેના વિસ્તારમાં પેટ્રોલીંગ હતો, ત્યારે એવી બાતમી મળી હતી કે દારૂનો જથ્થો લઇને નીકળવાનો છે, જેથી વોચ ગોઠવીને જ્યુપીટર બાઇક નં. જી.જે.૧૦.ઇ.જે. પ૭ર૭ ને રોકીને જડતી તપાસ કરતા ડેકીમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ર૮ બોટલ મળી આવી હતી, જેથી બાઇક અને દારૂ મળી પ૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 

શંકરટેકરી વિસ્તાર શાસ્ત્રીનગરમાં રહેતા પૂર્વરાજસિંહ બળવંતસિંહ જાડેજાને પકડી લીધો હતો, જ્યારે દિવ્યરાજસિંહ બળવંતસિંહ જાડેજાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. બીજા દરોડામાં શંકરટેકરીમાં આવેલા મહેલનગરમાં રહેતા વિકી ઉર્ફે કાનો આશિષ વાઘેલાના ભોગવટાના મકાનમાં સીટી સી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮ બોટલ કિંમત રૂ. ૧૭૮૧૩ જપ્ત કરી હતી, આરોપી રેડ દરમ્યાન નાસી ગયો હતો.
​​​​​​​
આ ઉપરાંત મોરકંડા રોડ સનસીટી-૧ ની બાજુમાં રહેતા પ્રકાશ પરસોત્તમ કછેટીયા અને સનસીટી-૧ ની બાજુમાં કોટવાડ વાડી વિસ્તારમાં રહેતા દિપેશ દિલીપ પરમાર આ બન્નેને જયુપીટર બાઇક નં. જી.જે.૧૦.ડી.એસ.૭૮૨૫ માં ઇંગ્લીશ દારૂ ના ૪૮ ચપલા લઇને બેઠક પુલ પાસેથી નીકળતા સીટી એ પોલીસે પકડી લીધા હતા. દારૂ અને બાઇક મળી ૩૪૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ નવાગામ ઘેડમાં આવેલ ઇન્દીરા સોસાયટીમાં રહેતા ગિરીશ બાબુલાલ પરમારને વિદેશી દારૂ એક ચપટા સાથે તળાવની પાળ પાસે દબોચી લીધો હતો. અન્ય દરોડામાં જોડિયાના તારાણા ગામમાં તલવાડીવાસમાં રહેતા રવિન્દ્રસિંહ ઉર્ફે ભગો જગુભા જાડેજાને ઇંગ્લીશ દારૂના પપ૪ ચપલા કિંમત રૂ. ૮૬૩૮૦ સાથે જોડિયા પોલીસે પકડી લીધો હતો. ઉપરાંત જામનગરના દિ.પ્લોટ ૪૯ ના વિસ્તારમાં જયુપીટર બાઇક નં. જી.જે.૧૦.ડી.પી.૩૬૦૧ માં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની ચાર બોટલ મળી હતી, આથી જયુપીટરના ચાલક અજાણ્યા શખ્સ સામે સીટી એ માં ફરિયાદ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application