રાજકોટ યાર્ડમાં વેપારીઓ ખેડૂતોને પરાણે 2 હજારની નોટ ન આપી શકે, ચેરમેન સાથે બેઠક કરી ચર્ચા કરીશ : જિલ્લા પ્રભારી રાઘવજી પટેલ

  • May 26, 2023 09:58 AM 

RBI દ્વારા 2000ની નોટ બંધ અંગેના લેવાયેલા નિર્ણયને લઇને રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ધરાર ખેડૂતોને 2000ની નોટ પકડાવી દેતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ખેડુતો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. આ બાબતે રાજકોટ જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. કોઈ વેપારી ધરાર ખેડૂતને 2 હજારની નોટ ન આપી શકે. આ બાબતે ચેરમેન સાથે પણ બેઠક બોલાવી સમસ્યાની નિરાકરણ કરવામાં આવશે.



મહત્વનું છે કે, ગત તા.23 મેથી બેંકમાં 2000ની નોટ બદલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની બેંક બહાર લાઈન પણ લાગેલી જોવા મળે છે. તેમ છતાં અમુક લોકો બેંક જવાના બદલે અન્ય સ્થળે 2 હજારની નોટ વટાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં યાર્ડમાં પણ વેપારીઓ ખેડૂતોને પેમેન્ટ કરવામાં 2000ની નોટ પકડાવી દેતા હોવાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ બાબતે હવે રાજકોટ જિલ્લાના પ્રભારી અને કૃષિમંત્રી યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સાથે બેઠક બોલાવી, ખેડૂતોને મુશ્કેલી ન થાય તે પ્રકારનો નિર્ણય લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application