જામનગર સર્કિય કાર્યકર હસુભાઈ પેઢડીયાએ નેતાઓને શુભેચ્છાઓ પાઠવી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ભાજપના સામાન્ય કાર્યકરર્થી લઈને મોટા નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ સહીત તમામ કાર્યકરો વધુ સભ્યને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે સતત પ્રયત્નશીલ બન્યા છે. જામનગરમાં ભાજપના સામાન્ય કાર્યકર તરીકે સક્રિય રીતે કામ કરતા હસુભાઈ પેઢડીયા સદસ્યતા અભિયાન માટે રાત દિવસ પ્રયાસો કરીને શહેરમાં ધારાસભ્યો બાદ સૌથી વધુ સદસ્ય જોડવાનો રેકોર્ડ કર્યો છે. સામાન્ય કાર્યકરના અસમાન્ય પ્રયાસને સ્થાનિક આગેવાનોથી લઈને દિલ્હી સુધીના નેતાઓ નોંધ લીધી અને હસુભાઈ પેઢડીયાને નેતાઓ દ્રારા શુભેચ્છાઓ પાઠવામાં આવી છે.
જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે, ત્યારથી હસુભાઈ પેઢડિયા દ્વારા ડોર ટુ ડોર જન જન સુધી પહોંચવા રાત દિવસ સતત મહેનત કરી જેના પરિણામે આ સદસ્યતા અભિયાનમાં 2511 જેટલા સભ્યોને જ સદસ્યો બનાવીને જામનગરમાં સૌથી વધુ સભ્ય બનાવવાનો શ્રેય મેળવ્યો છે.
વર્ષોથી જામનગરમાં સામાન્ય કાર્યકર બની સતત સક્રિય રહેતા હસુભાઈ પેઢડીયા હાલ જામનગર મહાનગર કિસાન મોરચાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પક્ષ દ્રારા સોપવામાં આવતી તમામ જવાબદારી હંમેશ નિષ્ઠાપુર્વક નિભાવે છે. સદસ્યતા અભિયાનમાં વધુ સભ્યોને જોડવાની અપીલ કરવામાં આવી હતી. જેને પક્ષનો હુકમ માનીને ઈષ્ટદેવ ભગવાન સોમનાથ દાદા આ કાર્ય સિધ્ધી માટે પ્રાર્થના કરીને કાર્યની શરૂઆત કરી. વડાપ્રધાન મોદીના વિચારોને જન-જન સુધી પહોચાવા દૈનિક વધુને વધુ લોકોને મળીને સદસ્યતા અભિયાનમાં સતત સક્રિય બન્યા. સામાન્ય લોકોની વચ્ચે કાયમ રહેનાર હસમુખા સ્વભાવના અને વિશાળ મિત્ર વતુર્ળ ધરાવનાર હસુભાઈ પેઢાડીયાજીને આ કાર્યમાં સફળતા મળી. વર્ષોથી લોકોને વચ્ચે રહીને કાર્યશીલ હસુભાઈ પેઢડીયાને લોકોએ આ અભિયાનમાં આવકાર્ય આપીને 2511 લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બન્યા. જેના સતત પ્રયાસો અને રાત-દિવસની મહેનતના પરીણામે 2511 સભ્યો જોડાયા. જેમની પક્ષ પ્રત્યેની કર્મનિષ્ઠા બદલ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલે તેમજ મોરચાની આખી ટીમ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
સાથે જ ગુરૂવારે જામનગરની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આ કામગીરીને બીરદાવી હતી. ના માત્ર સ્થાનિક કે રાજયકક્ષાએ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરીષ્ટ નેતા રત્નાકરજી, અમીત શાહ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહીનના નેતાઓ આ વિશેષ કામગીરીની નોંધ લઈને હસુભાઈ પેઢડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech