ભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો

  • September 20, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શસ્ત્ર ઉત્પાદકો દ્વારા વેચવામાં આવતા તોપ્ના ગોળા યુરોપિયન ગ્રાહકો વતી યુક્રેન મોકલવામાં આવ્યા હોવાના અહેવાલને નકારી ભારતે કાઢ્યો હતો. વિદેશ મંત્રાલએ અહેવાલને ભ્રામક અને મનઘડંત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સૈન્ય અને દ્વિ-ઉપયોગની વસ્તુઓની નિકાસ પર આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરવાનો ભારતનો દોષરહિત ટ્રેક રેકોર્ડ છે.
આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે રોયટરનો રિપોર્ટ જોયો છે. તે અનુમાનજનક અને ભ્રામક છે. આમાં ભારત દ્વારા નિયમોના ઉલ્લંઘનનો સંકેત આપવામાં આવ્યો છે, જ્યારે એવું કંઈ નથી અને તેથી આ અહેવાલ ખોટો અને બદઈરાદાપૂર્વકનો છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને અને તેના પોતાના મજબૂત કાયદાકીય અને નિયમનકારી માળખાના આધારે તેના સંરક્ષણ નિકાસના અપ્રસારને અનુસરી રહ્યું છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સે ખુલાસો કર્યો છે કે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં ભારતીય તોપ્ના ગોળાનો ઉપયોગ કરી રહ્યું છે. આ ભારતીય શસ્ત્ર ઉત્પાદકો વતી યુરોપિયન દેશોને વેચવામાં આવ્યા હતા. બાદમાં તેને યુક્રેન મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના વિરોધ છતાં ભારતે વેપારને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો નથી. સ્ત્રોતો અને કસ્ટમ ડેટાના આધારે અહેવાલમાં જણાવાયું છે કે રશિયા સામે યુક્રેનના સંરક્ષણને ટેકો આપવા માટે શસ્ત્રોનું ટ્રાન્સફર એક વર્ષથી વધુ સમયથી થઈ રહ્યું છે. ભારતીય શસ્ત્રો નિકાસ નિયમો શસ્ત્રોના ઉપયોગને મર્યિદિત કરે છે જેમણે તેમને ખરીદ્યા છે. કોઈપણ અનધિકૃત ટ્રાન્સફર ભવિષ્યના વેચાણને અટકાવી શકે છે.
રિપોર્ટમાં ત્રણ ભારતીય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયાએ ઓછામાં ઓછા બે વખત આ મુદ્દો ઉઠાવ્યો છે. આમાં જુલાઈમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ડો. એસ. જયશંકર વચ્ચેની બેઠકનો પણ સમાવેશ થાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયા અને ભારતના સંરક્ષણ મંત્રાલયોએ આ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી. જાન્યુઆરીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત કે યુક્રેન બંનેએ યુક્રેનને આર્ટિલરી શેલ વેચ્યા નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન યુદ્ધમાં ભારતીય હથિયારોનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં કરવામાં આવ્યો હતો. એક અધિકારીનો અંદાજ છે કે આ યુક્રેન દ્વારા આયાત કરાયેલા તમામ દારૂગોળાના એક ટકા કરતા પણ ઓછો હશે. અહેવાલમાં પુષ્ટિ થઈ શકી નથી કે યુરોપિયન દેશોએ તેને યુક્રેનને દાનમાં આપ્યું હતું કે તેને વેચ્યું હતું. યુક્રેનમાં ભારતીય યુદ્ધ સામગ્રી મોકલનારા યુરોપિયન દેશોમાં ઈટાલી અને ચેક રિપબ્લિક પણ સામેલ છે. તેઓ ની બહાર યુક્રેનને પણ શસ્ત્રો મોકલી રહ્યા છે. યુક્રેન યુદ્ધમાં સરકારી માલિકીની કંપ્ની યંત્ર ઈન્ડિયાના હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતીય અધિકારીએ કહ્યું કે ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પરંતુ ટ્રાન્સફરની જાણકારી ધરાવતા સંરક્ષણ ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ભારતે પુરવઠો ઘટાડવા માટે કોઈ પગલાં લીધાં નથી. યુક્રેન, ઈટાલી, સ્પેન અને ચેક રિપબ્લિકના સંરક્ષણ મંત્રાલયોએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અમેરિકા યુક્રેનને મહત્તમ સમર્થન આપે છે. તાજેતરમાં, અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગ વધ્યો છે. આ સિવાય ભારતના રશિયા સાથે પણ સારા સંબંધો છે, જે તેના હથિયારોના મુખ્ય સપ્લાયર છે. ભારતે રશિયા સામે પશ્ચિમી નેતૃત્વમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application