સુપ્રીમ કોર્ટે 14 વર્ષની રેપ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. યુવતી 30 અઠવાડિયાની ગર્ભવતી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશને ઉલટાવીને સર્વોચ્ચ અદાલતે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલે આ કેસની તાકીદની સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ યુવતીને મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે, સોમવારે (22 એપ્રિલ) સવારે, હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. ભારતીય કાયદામાં ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા પછી ગર્ભપાત કરવા માટે કોર્ટની પરવાનગી જરૂરી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે આ તબક્કામાં ગર્ભપાત કરાવવામાં જીવનું જોખમ છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો છે કે જીવન માટેનું જોખમ સંપૂર્ણ ગાળાની ડિલિવરીના જોખમ કરતાં વધી જતું નથી. CJIએ કહ્યું કે અમે મેડિકલ ટર્મિનેશનની મંજૂરી આપી રહ્યા છીએ કારણ કે રેપ પીડિતાની ઉંમર 14 વર્ષ છે અને આ એક અસાધારણ કેસ છે.
4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે ગર્ભપાતની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેના પર સગીરની માતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. CJI અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની બનેલી અદાલતે ગયા શુક્રવારે તાકીદની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જે મેડિકલ રિપોર્ટ પર આધાર રાખ્યો હતો તે છોકરીની શારીરિક અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયો. આ પછી મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં નવેસરથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સાયન હોસ્પિટલના મેડિકલ બોર્ડે ગર્ભપાતની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેના આધારે કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech