RBI ઓફિસ, HDFC અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ લોકોના માંગ્યા રાજીનામા

  • December 26, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.


ધમકી મળ્યા બાદ પોલીસે આ તમામ સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.


ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. હાલ પોલીસ આ ઈમેલ વિશે માહિતી મેળવવામાં વ્યસ્ત છે. સાથે જ જે સ્થળોએ બ્લાસ્ટ થવાનો ભય ઉભો કરવામાં આવ્યો છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application