જામનગર પંથકમાં શરાબની નાની-મોટી બોટલો સાથે ત્રણ શખ્સ ગીરફતાર
જામનગરના શિવનગરમાં એક મકાનમાંથી શરાબની ૯ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો, ખીલોશ ગામમાં દારૂના ૩૫ ચપટા સાથે એક ઝપટમાં આવ્યો હતો અને કોઠારીયા ગામમાં ચપટા સાથે એકની અટક કરવામાં આવી હતી જયારે મોટી ગોપમાં દારૂના ૧૨ ચપટા કબ્જે કર્યા હતા જયારે આરોપી નાસી ગયો હતો.
જામનગરના ગોકુલનગર શિવનગરમાં રહેતા વિજય રાજુ ચાવડા નામના શખ્સના ભાડાના મકાનમાં બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૯ બોટલ સાથે પકડી લીધો હતો, અન્ય દરોડામાં જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો વનરાજસિંહ જાડેજા નામના શખ્સે ફળીયામાં આવેલ ગાય બાંધવાના વાડામાં દારૂ રાખ્યો હોય આથી પંચ-એ પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂના ૩૫ ચપટા સાથે ધર્મેન્દ્રસિંહને દબોચી લીધો હતો.
આ ઉપરાંત જોડીયાના કોઠારીયા ગામમાં રહેતા રાહુલ સાધાભાઇ સવસેટાને ઇંગ્લીશ દારૂના એક ચપટા સાથે ગામની કેનાલ પાસેથી સ્થાનીક પોલસે ઝડપી લીધો હતો. તેમજ જામજોધપુરના મોટી ગોપ દેવીપુજકવાસ પાસે રહેતા કલો રામશી કારેણા નામના શખ્સના ફળીયાના બાથરૂમ પાસેથી ઇંગ્લીશ દારૂના ૧૨ ચપટા પોલીસે જપ્ત કર્યા હતા જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.