વિભાપરમાં વિજ કનેકશન કાપવા ગયેલી ટુકડીને મારી નાખવાની ધમકી

  • March 28, 2023 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વિભાપર ગામમાં વિજબીલની લેણી રકમની વસુલાત માટે ગયેલા કર્મચારીએ વિજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરતા આરોપીઓએ એકસંપ કરી જાનથી મારી નાખવાની ધમકી દઇ, વિજટુકડીની ફરજમાં રૂકાવટ કરી હતી.


જામનગરના રણજીતસાગર રોડ વૃંદાવન પાર્ક-૨માં રહેતા કર્મચારી ભીમશીભાઇ વેજાભાઇ પોપાણીયા (ઉ.વ.૩૮) અને અન્ય કર્મચારીઓ ગઇકાલે વિભાપર ગામે આરોપીના રહેણાંક મકાને વિજનું બાકી લેણુ રૂ. ૩૮૦૫૯ રકમની વસુલાત માટે ગયા હતા, દરમ્યાન વિજબીલ ભરવા સમજાવતા આરોપીઓએ બીલ ભરવાની ના પાડી હતી, આથી ટુકડી દ્વારા વિજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરતા આરોપીઓએ ફરીયાદી તથા તેની સાથેના કર્મચારીઓને અપશબ્દો કહયા હતા.


ઉપરાંત આરોપીઓએ એક સંપ કરી ઘરનું વિજ કનેકશન કાપ્યું છે તો જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી, ઉપરોકત બનાવ અંગે ભીમશીભાઇ દ્વારા બેડી મરીન પોલીસમાં વિભાપર ગામના શીવા ભોજા મકવાણા, નારદ શીવા મકવાણા, મનિષ શીવા મકવાણા અને સીદી ભોજા મકવાણાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૧૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ કરી હતી જેની તપાસ પીએસઆઇ ઓડેદરા ચલાવી રહયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application