નવા વર્ષે બોલીવુડની સાથે સૌ કોઇની ઓટીટી પ્લેટફોર્મ પર પણ નજર છે. ત્યારે ઓટીટી પર વર્ષનું પ્રથમ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોજ બાજપેયી અને કોંકણા સેન શર્માની આગામી સિરીઝ કિલર સૂપનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝમાં અભિનેતા મનોજ બાજપેયી ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે. મનોજ બાજપેયી હોસ્પિટલના પલંગ પર પડેલા હોય તે દ્રશ્યથી કિલર સૂપની શરૂઆત રજૂ કરવામાં આવી છે. જે ‘તુ હી રે..તુ હી રે’ ગીત ગાતા નજરે પડે છે.
આ સિરીઝમાં મનોજ બાજપેયીનો એક અલગ જ પ્રકારનો અંદાજ જોવા મળી રહ્યો છે. જેને કારણે અનુમાન લગાવી શકાય છે કે તે વધુ એક ધમાકેદાર સિરીઝ સાથે આવવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં કોંકણા સેન શર્મા પણ મનોજ બાજપેયીની સાથે જોવા મળશે. આપને જણાવી દઇએ કે આ ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. જેને અભિષેક ચૌબે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ સીરિઝ 11 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર ધમાલ મચાવશે.
અભિનેતા મનોજ બાજપેયી દરેક વખતે પોતાના કામથી દર્શકોને પ્રભાવિત કરતા આવ્યા છે. પરંતુ આ વખતે કોંકણા સેન શર્મા પણ તેને ટક્કર આપતી જોવા મળી રહી છે. આ સિરીઝમાં આ બે સ્ટાર્સ ઉપરાંત સયાજી શિંદે અને નાસિર જેવા સ્ટાર્સ પણ છે. કોંકણા સેન શર્મા આ સિરીઝમાં સ્વાતિ શેટ્ટીની ભૂમિકામાં જોવા મળશે. જે એક પ્રતિભાશાળી હોમ શેફ છે. સિરીઝનું જે ટ્રેલર ઓનએર કરવામાં આવ્યું છે તે ટ્રેલરમાં સ્વાતિ શેટ્ટીની સ્ટાઈલ અને આહાર પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
વાત કરવામાં આવે આ સિરીઝની વાર્તા વિશે તો સ્વાતિ શેટ્ટીને ચતુર મહિલા બતાવવામાં આવી છે. જેણે તેના પતિ પ્રભાકરને તેના પ્રેમી ઉમેશ સાથે બદલવાનું ષડયંત્ર રચ્યું હતું. સિરીઝના ટ્રેલરમાં ઘણી જગ્યાએ મનોજ બાજપેયીનો ડબલ રોલ જોવા મળે છે. જેમાંથી એક કોંકણા સેનનો પતિ અને બીજો તેનો પ્રેમી છે. કહેવાય છે કે આ સિરીઝમાં સસ્પેન્સ અને થ્રિલરની કોઈ જ કમી રાખવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech