ટાઈટેનિક સબમરીનનાં હજુ કોઈ સગડ નથી, સર્ચ ટીમને વિચિત્ર અવાજો સંભળાયા

  • June 22, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટાઈટેનિકનો કાટમાળ જોવા પહોંચેલી સબમરીનમાં થોડાક જ કલાકનો ઓક્સિજનનો જથ્થો : શોધખોળ માટે રોબોટની મદદ લેવાઈ


એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી સબમરીન વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઊંડા પાણીની અંદરથી અવાજો સંભળાઈ રહ્યા છે, જેણે આશા જગાવી છે. યુએસ નેવીનો CURV21 રોબોટ પણ તેને શોધવા માટે છેલ્લા પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રવાસી સબમરીન ઐતિહાસિક જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવાના મિશન પર ગુમ થઈ ગઈ હતી. પાકિસ્તાની મૂળના અબજોપતિ અને એન્ગ્રો કોર્પના વાઇસ-ચેરમેન અને તેનો 19 વર્ષીય પુત્ર સુલેમાન ટાઇટેનિકના કાટમાળ પાસે ગુમ થયેલા પાંચ લોકોમાં સામેલ છે. સબમરીન પર સવાર લોકો માટે આગામી થોડા કલાકો નિર્ણાયક છે. કારણ કે આજે બપોર સુધીમાં સબમરીનની અંદરનો ઓક્સિજન ખતમ થઈ જશે.




બચાવ જહાજોનો કાફલો સબમરીનને શોધવામાં વ્યસ્ત છે. રોબોટ્સ સાથેના પાંચ નિષ્ણાત જહાજો પહેલાથી જ 4 કિમીની ઊંડાઈએ 24,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં શોધ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર છે. આ મીની સબમરીનમાં પાંચ લોકો સવાર હતા જે રવિવારે ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા માટે ડાઈવિંગ કર્યા બાદ ગુમ થઈ ગઈ હતી. યુએસ કોસ્ટ ગાર્ડના કેપ્ટન જેમી ફ્રેડરિક્સે બુધવારે પુષ્ટિ કરી હતી કે ઊંડા સમુદ્રની અંદરથી મશીનોનો અવાજ સંભળાયો હતો, અવાજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.




જેમી ફ્રેડરિકના મતે આ સર્ચ ઓપરેશનમાં ઘણી સમસ્યાઓ છે. ઉદાહરણ તરીકે, જ્યાં સબમરીન ખોવાઈ ગઈ છે, તે કોઈપણ દરિયાકિનારાથી ખૂબ દૂર છે. આ સિવાય ઘણા દેશોની એજન્સીઓ સાથે સંકલન કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે સમુદ્રની ઉંડાઈમાં અવાજો સંભળાયા છે, જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધી માત્ર નેગેટિવ પરિણામો જ મળ્યા છે. તેમણે કહ્યું કે આપણે આશા ગુમાવવી જોઈએ નહીં અને સાચી દિશામાં શોધ કરતા રહેવું જોઈએ.



આ સર્ચમાં સામેલ અન્ય એક નિષ્ણાત કાર્લ હાર્ટ્સફિલ્ડે કહ્યું કે અવાજોને ઓળખવા અત્યંત મુશ્કેલ છે. વિશ્વના શ્રેષ્ઠ લોકોને વિશ્લેષણમાં મૂકવામાં આવ્યા છે. વિશ્વની અન્ય ઘણી એજન્સીઓ પણ આમાં સામેલ થઈ રહી છે. હોરાઇઝન મેરીટાઇમ સર્વિસિસ પણ યુએસ કોસ્ટ ગાર્ડની સાથે સબમરીનની શોધમાં લાગેલી છે. કંપનીના પ્રેસિડેન્ટ સીન લીટે કહ્યું કે અમારા રોબોટ સતત શોધ કરી રહ્યા છે. તેની પાસે વિક્ટર 6000 રોબોટ છે જે 20000 ફૂટની ઊંડાઈ સુધી ડાઇવિંગ કરવા સક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application