Kolkata Doctor Case: કોલકાતા રેપ-મર્ડર કેસમાં SCએ સુઓમોટો અરજી લીધી, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી

  • August 18, 2024 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

16 ઓગસ્ટના રોજ એડવોકેટ ઉજ્જવલ ગૌર અને રોહિત પાંડેએ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને કોલકાતાની ઘટના અંગે સુઓમોટો અરજી દાખલ કરવા અપીલ કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટનો આ હસ્તક્ષેપ લોકોના વધી રહેલા વિરોધ અને દબાણ વચ્ચે આવ્યો છે.


હવે સુપ્રિમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના એક ડૉક્ટરના બળાત્કાર-હત્યાના કેસની સ્વતઃ સંજ્ઞાન લીધી છે. 9 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે દેશભરના કેટલાક રાજ્યોમાં તબીબી વ્યાવસાયિકો દ્વારા વ્યાપક વિરોધ અને હડતાળ થઈ હતી. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે.


20 ઓગસ્ટે થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટનો આ હસ્તક્ષેપ લોકોના વધતા વિરોધ અને દબાણ વચ્ચે આવ્યો છે. હકીકતમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા બે વકીલો અને તેલંગાણાના એક ડૉક્ટરે CJI ચંદ્રચુડને પત્ર લખીને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં સ્વતઃ સંજ્ઞાન લેવા વિનંતી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application