EDએ ભાગેડુ નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ નીરવની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. PNB ફ્રોડ કેસની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
EDએ ભાગેડુ નીરવ મોદીની રૂ. 29.75 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ નીરવ અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં 2,596 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ડિસેમ્બર 2019માં મુંબઈની પીએમએલએ કોર્ટે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો.
નીરવ મોદી બ્રિટનની જેલમાં છે બંધ
ભાગેડુ નીરવ હાલમાં યુકેની જેલમાં બંધ છે અને કથિત બેંક લોન ફ્રોડ કેસના સંબંધમાં ભારતમાં તેની પ્રત્યાર્પણની અરજી હારી ગયુ છે. જેની તપાસ સીબીઆઈ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ED આ કેસના મુખ્ય આરોપી નીરવ અને તેના કાકા મેહુલ ચોક્સી અને અન્ય લોકોની સાથે બેંક અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવા બદલ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech