Mumbai Doctor Assault: કોલકાતા બાદ મુંબઈમાં મહિલા ડૉક્ટર પર હુમલો, આરોપી હતો નશામાં

  • August 18, 2024 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈની નાગરિક સંચાલિત સાયન હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ડૉક્ટર પર હુમલો તે સમયે થયો જ્યારે તે કેઝ્યુઅલ્ટી વોર્ડમાં એક વ્યક્તિના કાનમાંથી લોહી સાફ કરી રહી હતી. આ ઘટના બાદ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે તેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.


રવિવારે સવારે નાગરિક સંચાલિત સાયન હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે તેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે. વાસ્તવમાં ડૉક્ટર પર હુમલો તે સમયે થયો જ્યારે તે કેઝ્યુઅલ્ટી વોર્ડમાં એક વ્યક્તિના કાનમાંથી લોહી સાફ કરી રહી હતી.


મહિલા ડોક્ટર પર બૂમો પાડવા લાગ્યો શખસ

આ ઘટના અંગે સાયન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિએ મહિલા ડોક્ટર પર બૂમો પાડી હતી, જેના કારણે દલીલ શરૂ થઈ હતી. દર્દીની સાથે આવેલા લોકોમાં બે મહિલા અને એક પુરૂષે મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફે પોલીસને બોલાવવી પડવાની ફરજ પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application