કર્ણાટક હાઈકોર્ટે પતિથી અલગ રહેતી એક મહિલાની માંગ પર આપત્તિ વ્યકત કરી છે. જેમાં પતિથી અલગ રહેતી મહિલાએ ભરણપોષણ ભથ્થા તરીકે દર મહિને ૬ લાખ ૧૬ હજાર પિયાની માંગણી કરી હતી. યારે મહિલા વકીલે હાઈકોર્ટમાં આ માંગ પત્ર રજૂ કર્યેા તો જજ પણ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે, જો કોઈ મહિલાને આટલી મોટી રકમ ખર્ચવાનો શોખ હોય તો તે પોતે પણ કમાઈ શકે છે. તેમને વધુમાં કહ્યું કે, આ પણ કોર્ટની કાર્યવાહીનો દુપયોગ છે. આ કેસની સુનાવણીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર ખર્ચની વિગતો આપતા મહિલાના વકીલે જણાવ્યું કે, તે દર મહિને ૬ લાખ પિયાથી વધુની રકમ કયાં–કયાં ખર્ચવા માંગે છે. આ ઉપરાંત કહ્યું કે, આ રકમ પતિને આપવાનો આદેશ આપવો જોઈએ કારણ કે તેની આવક સારી છે.
આના પર કર્ણાટક હાઈકોર્ટના જજે કહ્યું કે, આવી માંગ ગેરવાજબી છે. તેમ છતાં, જો તેણીને આટલો ખર્ચ કરવાનો શોખ હોય તો તે પોતે પણ કમાઈ શકે છે. ખર્ચની ગણતરી કરતાં મહિલાના વકીલે કહ્યું કે, દર મહિને જૂતા, સેન્ડલ અને કપડાં માટે ૧૫,૦૦૦ પિયાની જર પડે છે. આ સિવાય ઘરના ભોજન પાછળ દર મહિને ૬૦ હજાર પિયાનો ખર્ચ થશે. મહિલાને ઘૂંટણમાં દુ:ખાવો થતો હોવાથી સારવાર માટે માસિક . ૪ થી ૫ લાખનો ખર્ચ થાય છે. અમુક ખર્ચ બહાર ખાવા, દવાઓ અને અન્ય વસ્તુઓ પર થાય છે. આ રીતે કુલ બજેટ દર મહિને ૬ લાખ ૧૬ હજાર પિયા છે.
આવી માંગ પર જજ ગુસ્સે થયા હતા. તેમને કહ્યું કે, જો તે આટલો ખર્ચ કરવા માંગે છે તો તે કમાઈ પણ શકે છે. ન્યાયાધીશે કહ્યું, 'કૃપા કરીને કોર્ટને ન જણાવો કે માણસને શું જોઈએ છે. શું તે આટલી મોટી રકમ ખર્ચે છે? તે પણ ક્રી પોતાની જાત પર આટલો ખર્ચ કરશે. જો તેણીએ આટલો ખર્ચ કરવો હોય તો તે કમાણી પણ કરી શકે છે. પતિ તરફથી જ કેમ હોવું જોઈએ? તમારી બીજી કોઈ જવાબદારી નથી. તમારે બાળકોને ઉછેરવાની પણ જર નથી. તમે તમારા માટે બધું ઇચ્છો છો. સાચી વાત કહેવી જ જોઈએ.
એટલું જ નહીં, ન્યાયાધીશે મહિલાના વકીલને સાચી દલીલો સાથે ફરીથી આવવા કહ્યું. વ્યાજબી માસિક ખર્ચની માંગ કરો અન્યથા અરજી નકારી કાઢવામાં આવશે. આ મામલો રાધા મુનકુન્તલા નામની મહિલાનો, જેની સુનાવણી ૨૦મી ઓગસ્ટે હતી. આ કેસમાં ગત વર્ષે ૩૦ સપ્ટેમ્બરના રોજ, બેંગલુની ફેમિલી કોર્ટે ૫૦ હજાર પિયા પ્રતિ માસ ભરણપોષણ ભથ્થું નક્કી કયુ હતું. આ અંગે મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી. તેણે કહ્યું કે, ફેમિલી કોર્ટે તેના પતિની કમાણીનો પણ વિચાર કર્યેા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ..સિર્ફ નામ હી કાફી: ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવરનો 3,250 કરોડમાં લક્ઝરીયસ સોદો
May 14, 2025 10:35 AMબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech