પૂરી દુનિયા જોશે શાહરૂખ ખાનનો જલવો...બુર્જ ખલીફા પર 'પઠાણ'ના ટ્રેલરનું થશે સ્ક્રિનિંગ

  • January 14, 2023 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'પઠાણ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં કિંગ ખાન ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ બધાની વચ્ચે શુક્રવારે અભિનેતા ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) માટે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઓપનિંગ સેરેમનીની તેમની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્ટેડિયમ પહોંચતા જ શાહરૂખ ખાન દર્શકો સાથે હાથ મિલાવતો અને પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કિંગ ખાને તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના તેના આઇકોનિક ડાયલોગને સંભળાવીને ચાહકોને દીવાના કરી દીધા છે. શાહરૂખ આજે આઇકોનિક બુર્જ ખલીફા ખાતે 'પઠાણ'ના ટ્રેલરનું સ્ક્રીનિંગ જોશે.


યશ રાજ ફિલ્મ્સ અનુસાર, જ્યારે શાહરૂખ દુબઈમાં હશે, ત્યારે તે 14 જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત બુર્જ ખલીફા ખાતે 'પઠાણ'ના ટ્રેલરનું સ્ક્રીનિંગ જોશે. આ અંગેની માહિતી યશરાજ ફિલ્મ્સના ટ્વિટર પર પણ આપવામાં આવી છે. ટ્વિટર પર લખ્યું છે, 'બુર્જ ખલીફા પર 14 જાન્યુઆરીએ #PathaanTrailer જુઓ.'



તે જ સમયે, શાહરૂખ સેરેમનીમાં બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. તે સ્ટેડિયમમાં ડાર્ક ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે, "પાર્ટી 'પઠાણ' કે ઘર મેં રખોગે... તો મેહમાન નવાજી લિયે 'પઠાણ' તો આયેગા, ઔર સાથ મેં પતાકે ભી લાયેગા." શાહરૂખ ઉપરાંત ગાયક જેસન ડેરુલો, રેપર બાદશાહ અને 'પઠાણ'ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જેવી ઘણી અન્ય હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતી.


તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન 'પઠાણ' ફિલ્મથી ચાર વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે અને આ સાથે તે 'પઠાણ'ને જોરદાર રીતે પ્રમોટ કરી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પ્રથમ ગીત 'બેશરમ રંગ'ના વિવાદનો સામનો કર્યા બાદ તાજેતરમાં જ શાહરૂખ અને જ્હોન વચ્ચેના અણબનાવની અફવાઓ પણ ઈન્ટરનેટ પર ફેલાઈ હતી. 'પઠાણ' 25 જાન્યુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પઠાણ ઉપરાંત શાહરૂખ પાસે 'જવાન' અને 'ડાંકી' પણ પાઇપલાઇનમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application