28 વર્ષથી કમરથી વળેલું રહ્યું યુવકનું આખું શરીર !

  • May 03, 2024 12:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેડિકલ સાયન્સની દુનિયામાં ફરી એકવાર એક ચમત્કાર થયો છે. એક માણસ જે દુર્લભ બીમારીને કારણે કમરથી વળી ગયો હતો અને માથું તથા પગ એકસાથે ચોંટી ગયા હતા તે હવે સ્વસ્થ થયો છે. બીમારીના કારણે શખ્સ 28 વર્ષ સુધી પીઠ પર સૂઈ શક્યો ન હતો. ક્યારેય ઊભો રહી શકતો નહોતો અને સીધા ચાલતું પણ નો’તું. પહેલા ડોક્ટરોએ કહ્યું કે તેની કોઈ સારવાર નથી. પરંતુ નિષ્ણાતોની ટીમે એક ચમત્કાર કર્યો. કરોડરજ્જુની સર્જરી દ્વારા તે સાજો થયો અને હવે આ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ ચાલવા લાગ્યો છે.

અહેવાલ મુજબ, જ્યારે ચીનના રહેવાસી લી હુઆ 19 વર્ષના હતા, ત્યારે તેમને સંધિવાના લક્ષણો દેખાયા હતા. આ પછી કરોડરજ્જુ આગળની તરફ વળી ગઈ અને તે ચાલવામાં અસમર્થ બની ગયો. જ્યારે તેણે ડોકટરોની સલાહ લીધી, ત્યારે શરૂઆતમાં આ રોગ સમજી શક્યો ન હતો, બાદમાં જાણવા મળ્યું કે તેને એક દુર્લભ રોગ છે, જેને કારણે તેની કરોડરજ્જુ વળી ગઈ હતી. તેને દુનિયાનો સૌથી ટ્વિસ્ટેડ વ્યક્તિ કહેવામાં આવ્યો કારણ કે તેનું માથું તેના બંને પગ સાથે સંપૂર્ણપણે ચોંટી ગયું હતું. ડોક્ટરોએ લાંબી સર્જરી કરીને તેને સાજો કર્યો છે.

એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ એ ખૂબ જ જીવલેણ રોગ છે. આના કારણે હાડકા એક સાથે જોડાય છે. ક્યારેક કરોડરજ્જુ આગળ વળે છે. આનાથી પીઠમાં તીવ્ર દુખાવો અને જડતા, શરીરના અન્ય ભાગોમાં અગવડતા અને થાક લાગે છે. ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં ડોકટરો સર્જરી કરે છે. લીના ગળામાં 20 પિન મૂકવામાં આવી છે. હાલમાં તેઓ માથું પણ હલાવી શકતા નથી, પરંતુ હવે સીધા ઊભા રહેવા માટે સક્ષમ છે. 

લીએ કહ્યું, સર્જરીએ મને માણસની જેમ જીવવા માટે સક્ષમ બનાવ્યો. હવે હું ધીરે ધીરે ચાલી શકું છું. સિંક પર જઈ શકું છે. હું મારા દાંત સાફ કરી શકું છું અને મારા હાથથી મારો ચહેરો ધોઈ શકું છું. અન્ય લોકોની જેમ, હું ટેબલ પર બેસીને બાઉલ પકડીને ખાઈ શકું છું. હું ખુશ છું. લીની સર્જરી કરનાર ડો. તાઓ હ્યુરિયનએ જણાવ્યું હતું કે આ ઓપરેશન માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જેવું હતું. તેના શરીરમાં ગતિશીલતા આવી ગઈ છે. અમે તેને નવું જીવન આપી શકવા માટે ખુશ છીએ. વર્ષો પછી તે પીઠ પર સૂઈ શક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application