હોંશથી ઝુલાવ્યાં એ જ ઝૂલતા પુલએ રડાવ્યા: આજે ઘટનાની પહેલી વરસી

  • October 30, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બર ૨૦૨૨ને રવિવારના રોજ ઝૂલતા પુલ પર લોકો પરિવાર સાથે ફરવા આવ્યા હતા અને જોત જોતામાં જ એ ઝૂલતા પુલ પર લોકોની ભીડ થવા લાગી હતી અને લોકો પરિવાર સાથે ઝૂલતા પુલ પર મજા માણી રહ્યા હતા એ દરમિયાન પુલ અચાનક ધકાડા ભેર તૂટ્યો હતો અને ૩૦૦ થી વધુ લોકો મચ્છુનદીના તટ પર અને પાણીમાં ગરકાવ થયા હતા અને ચારે બાજુ લોકોની મરણચીસો સાંભળય રહી હતી આજુ બાજુના લોકોને પુલ તૂટ્યાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો બચવા કામગીરીમાં જોતરાય ગયા હતા. મુખ્યમાર્ગો એમ્બ્યુલન્સના આવાજ થી ગુંજી ઉઠ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહો આવી રહ્યા હતા અને મોરબીના વાતાવરમાં છન્નાટો છવાય ગયો હતો અને જેમાં ૧૩૫ લોકોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યા હતા તે દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ દુર્ઘટનાને આજે મૃતકોના પરિવારજનો અને મોરબી વાસીઓ ભૂલી શક્યા નથી.
આજથી દોઢસો વર્ષ પહેલાં મોરબીના મહારાજ વાઘજી ઠાકોર દ્વારા મોરબીમા ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલ દરબારગઢ પેલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પેલેસને પણ જોડતો હતો. તેમજ આ પુલ મોરબીની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. કેટલી ગુજરાતી ફિલ્મોના સુટીંગ પણ આ પુલ પર કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલનું ઉદ્ઘાટન ૨૦ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લેન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના ૩.૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પુલના નિર્માણ પાછળ વાઘજી ઠાકોર પર કોલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.


એક સદી જુના આ પુલ પર વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ વરસાદ વાવાઝોડાને કારણે પણ પુલ પર નુકસાન થયું હતું જે બાદ તેને રીનોવેશન કરવામાં આવ્યો હતો પુલ વધું જર્જરિત થતા. આ પુલનું સમારકામ કરવા માટે નગરપાલિકાએ ઓરેવા ગ્રૂપ સાથે એક ’મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ’ (એમઓયુ) કર્યું હતું અને પુલની જાળવણી તથાં સંચાલન સોંપવામાં આવ્યાં હતાં. ઓરેવા કંપની દ્વારા પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું સમારકામ કર્યા બાદ તા. ૨૬ ઑક્ટોબર ૨૦૨૨ નાં રોજ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.
જ્યારે દિવાળીના તહેવારનું બાળકોને વેકેશન હતું જેથી સહેલાણીઓ પોતાના પરીવાર સાથે મોટી સંખ્યામાં ઝુલતા પુલની મુલાકાત આવ્યા હતા ત્યારે તા ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ સાંજના ૬:૩૫ વાગ્યે અચાનક મોરબી શહેર ચિચિયારીઓ અને સ્વજનોના આક્રંદથી ગુંજી ઉઠ્યું. કોને ખબર હતી કે એ સાંજ આ ઝુલતો પુલ અનેક નિર્દોષ જીવન માટે અંતિમ બની જશે. સાંજના ઝુલતો પુલ લોકોની વધુ ભીડ એકઠી થતા તુટી પડયો અને મચ્છુ નદીમાં ચારે તરફ બચાવો બચાવોની બુમો પાડવા લાગી કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો કોઈ બહેન કોઈએ માતા પિતા ગુમાવ્યા તો કોઈ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો જોત જોતામાં મોતનો આંકડો વધવા લાગ્યો ૫૨ થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો તેમજ સવાર સુધીમાં ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ચારે તરફ દેશ વિદેશમાં ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનના સમાચાર ફેલાઈ ગયા. લોકો આજુબાજુ થી દોડી જઇ બચાવ કામગીરી હાથ ધરી કેટલાક ને જીવતા બચાવી લેવાયા પરંતુ કેટલાક લોકોના જીવ ન બચી શકાયા.


મોરબી શહેરમાંથી લોકો મચ્છુ નદીના પાણીમાં અને ઝૂલતો પુલમાં ફસાયેલી જીંદગીઓને બચાવવા આવી પહોંચ્યા. અમુક સહેલાણીઓના જીવ બચ્યા પરંતુ એ કાળમુખી સાંજ ૧૩૫ જીંદગીને ભરખી ગઇ. આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ઝૂલતો પુલ પડવાની દુર્ઘટના પાછળ જે જવાબદાર છે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જ્યારે પણ એ બિહામણુ દૃશ્ય આંખો સામે તરવરી થાય ત્યારે રાતની ઉંઘ છીનવી લે છે, આંખોની ભીની કરી દે છે અને હૃદયને ગમગીન બનાવી દે છે. મોરબી પુલ દુર્ઘટનામાં ગુમાવેલ સ્વજનનોને યાદ કરતા લોકો રડી પડે છે અને કહે છે જો આ ન થયું હોત તો તે આજ અમારી સાથે હોત. આ ગોઝારી ઘટનાએ મોરબી હોનારતને તાજી કરી અને ફરી એક વખત મોરબીને સ્મશાનમાં ફેરવી દીધું હતું મૃતકોના પરીવાર સરકાર પાસે ન્યાયની ગુહાર તો લગાવી રહ્યા છે પણ હવે જે દુર્ઘટનામાં જે પરીવારના સભ્યો મૃત્યુ પામ્યા એની ખોટ તેમને ક્યારેય પુરાવાની નથી
ઝડપાયેલા આરોપીઓના નામ(૧. દીપક નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે મોરબી (મેનેજર)(૨. દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે મોરબી (મેનેજર)(૩. મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે મોરબી ટીકીટ કલેક્શન(૪. માદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે મોરબી ટીકીટ કલેક્શન(૫. પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર)(૬. દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર)(૭. અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ)(૮. દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ)(૯. મુકેશભાઈ દલ્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ)


એનડીઆરએફ-એસડીઆરએફ અને ઇન્ડિયન નેવીની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું
દુર્ઘટનાને પગલે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી અને નદીના પાણીમાં ડૂબી ગયેલ લોકોને બચાવવા તેમજ મૃતદેહો શોધવા માટે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું તે ઉપરાંત ઇન્ડિયન નેવીના તરવૈયાઓની ટીમની પણ મદદ લેવામાં આવી હતી આર્મી, નેવીના જવાનોએ પણ રેક્સ્યું ઓપરેશનમાં ભાગ લીધો હતો સતત ત્રણ દિવસ કરતા વધુ સમય સુધી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું
​​​​​​​
દુર્ઘટના બાદ મહત્વની બનેલી ઘટનાની ટાઈમ લાઈન(તા. ૧૬-૦૧-૨૦૨૩ જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી(તા. ૩૦-૦૧-૨૦૨૩ ના રોજ ચાર્જશીટ બાદ મોરબી કોર્ટમાં પ્રથમ સુનાવણી(તા. ૩૧-૦૧-૨૦૨૩ ના રોજ ફરાર જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું(તા.૦૭-૦૩-૨૦૨૩ જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર(તા.૧૦-૦૩-૨૦૨૩ જયસુખ પટેલની પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજુ(તા.૦૧-૦૪-૨૦૨૩ જયસુખ પટેલની મોરબી ડીસ્ટ્રીકટ  સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર.
હાલ જયસુખ પટેલ જેલમાં બંધ છે અને હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application