કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોરેન્સ કથિત રીતે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. આ દિવસોમાં લોરેન્સ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે. ગુજરાત ATS દ્વારા ડ્રગ્સના કેસમાં લોરેન્સની ધરપકડ કરવામાં આવી છે.
લોરેન્સ કડક સુરક્ષા હેઠળ સાબરમતી જેલમાં બંધ છે. આ મામલે સાબરમતી સેન્ટ્રલ જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પરેશ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પણ તૈયાર કરવામાં આવ્યો હોય શકે, અથવા વર્ષમાં 3 ઈદ આવે છે તો તે કદાચ આ પહેલાની ઈદનો પણ હોય શકે, ત્યાંરે લોરેન્સ અમારી જેલમાં ન હતો. લોરેન્સને સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે. જેનું રેગ્યુલર ચેકિંગ પણ થાય છે.
લોરેન્સ બિશ્નોઈએ વાયરલ થયેલા એક કથિત વીડિયોમાં પાકિસ્તાની ડોન શહજાદ ભાટીને ઈદની શુભેચ્છા પાઠવી છે. 17 સેકન્ડના વાયરલ વીડિયોમાં શહેઝાદ લોરેન્સને કહે છે કે આજે દુબઈ વગેરેમાં ઈદ થઈ છે. કાલે પાકિસ્તાનમાં થશે. લોરેન્સ પૂછે છે કે આજે નથી? ભટ્ટી કહે છે કે આજે અન્ય દેશોમાં છે. બાકીનામાં કાલે ઉજવવામાં આવશે. લોરેન્સ કાલે ફરી ફોન કરવાનું કહે છે. જોકે, આ વાયરલ વીડિયો ક્યારે, ક્યાં અને ક્યાંથી લીક થયો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સાબરમતી જેલમાં કેદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પાકિસ્તાની ડોન ભટ્ટીને વીડિયો કોલ કરીને કથિત વાયરલ થયેલા વીડિયો મામલે સરકારના પ્રવક્તા મંત્રી હૃષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે તેને આ વિશે આજે સવારે જ ખબર પડી. વીડિયો જૂનો છે કે નવો, ક્યાંનો છે, ક્યારેનો છે? તે સાચું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસની સૂચના આપી છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માહિતી માટે ગુનો નોંધ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે પણ સાબરમતી જેલમાં જઈને તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચનું પ્રથમદર્શી માનવું છે કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. હજુ પણ તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech