ડિસેમ્બરના અંતમાં, ૩૦૩ ભારતીય મુસાફરો સાથે નિકારાગુઆ જતી ફ્લાઇટને ફ્રાન્સના એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. યુ.એસ. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના ડેટા અનુસાર, ૨૦૨૩માં, યુ.એસ. દ્વારા યોગ્ય ડોક્યુમેન્ટસ ન હોવાના કારણે અથવા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અને રહેવાને કારણે દરરોજ લગભગ એક ભારતીયને દેશનિકાલ કર્યો હતો.
આઈસીઇ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, અમેરિકન સત્તાવાળાઓએ પાછલા વર્ષમાં ૩૭૦ ભારતીયોને પાછા મોકલ્યા છે, ૨૦૧૮ અને ૨૦૨૩ ની વચ્ચે, કુલ ૫,૪૭૭ ભારતીયોને ગેરકાયદેસર પ્રવેશ અને રોકાણ માટે યુએસમાંથી ભારતમાં મોકલવામાં આવ્યા હતા. તો દિલ્હી પોલીસે ૨૦૨૩માં ૩૩૭ વિદેશી નાગરિકોને માન્ય વિઝા વગર ભારતમાં ઓવરસ્ટે બદલ દેશનિકાલ કર્યો હતો. મોટાભાગના વ્યક્તિઓ આફ્રિકાના હતા, જેમાં સૌથી વધુ સંખ્યા નાઇજીરીયા (૩૦૧) થી હતી.
યોગ્ય ડોક્યુમેન્ટસનો અભાવ, દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ અને રહેવાને કારણે એક વર્ષમાં ૩૭૦ ભારતીયો દેશમાં પરત ફર્યા
માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સથી પરત મોકલવામાં આવેલી ગુજરાતથી નિકારાગુઆ જતી ફ્લાઇટમાં પોલીસે ૨૦ મુસાફરોની પૂછપરછ હાથ ધરી છે. ગુજરાતમાં કાર્યરત શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્કનો પર્દાફાશ કરવા માટે રાજ્ય ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ તરીકે નિકારાગુઆ જવાનો દાવો કરનારા મુસાફરોના નાણાકીય વ્યવહારો અને તેમના દસ્તાવેજોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતોને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવામાં મદદ કરવાના એજન્ટો દ્વારા આપવામાં આવેલા વાયદાઓ માટે સિઆઇડી દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે. નિકારાગુઆ, યુએસમાં આશ્રય મેળવવા માંગતા લોકો માટે પહેલી પસંદગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech