ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના અંતિમ દિવસે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી મિલકત વેરાની આવકથી છલકી ઉઠી છે, વાર્ષિક રૂપિયા ૪૧૦ કરોડની મિલકતવેરા વસૂલાતના ટાર્ગેટ સામે આજે બપોરે ત્રણ વાગ્યાની સ્થિતિએ ૪૧૧ કરોડની આવક નોંધાઇ છે. ટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ બદલ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ટેક્સ બ્રાન્ચની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ તા.૩૧ માર્ચ હોય ઈદની જાહેર રજાના દિવસે પણ ટેક્સ બ્રાન્ચની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી અને વોર્ડવાઇઝ રિકવરી ડ્રાઇવ અંતર્ગત બે મિલક્ત સીલ કરવામાં આવી હતી તથા અન્ય ૧૫ મિલકતોને સીલ કરવા કાર્યવાહી શરૂ કરાય તે પૂર્વે પૂરેપૂરી બાકી રકમનો વેરો ચુકતે કર્યો હતો. અન્ય પાંચ બકીદારોના નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, આસિસ્ટન્ટ કમિશનર દિપેન ડોડિયા, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, એચ.જે.જાડેજા, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી અને ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્વારા કરાઇ હતી. ટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ બદલ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ટેક્સ બ્રાન્ચની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech