સાઉદીના પ્રિન્સ પાસે છે અધધ... અબજો ડોલરની સંપતિ અને સોનાની કાર

  • April 30, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેમના શાહી શોખ માટે આખી દુનિયામાં જાણીતા છે. સાઉદી પાસે તેલનો વિશાળ ભંડાર છે, જેના કારણે સાઉદી પાસે પૈસાની કોઈ કમી નથી. મુસ્લિમોનું પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા-મદીના પણ સાઉદીમાં છે, સાઉદીમાં દર વર્ષે લાખો લોકો હજયાત્રાએ જાય છે. દુનિયાભરના મુસ્લિમો હજ કરવા માટે સાઉદી અરેબિયા જાય છે, જેના કારણે સાઉદી ટુરિઝમની નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે.

દુનિયાના લોકો સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને MBS તરીકે પણ જાણે છે. મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝના પુત્ર છે, જેમની પાસે સંપત્તિનો વિશાળ ભંડાર છે. સાઉદી પ્રિન્સ કિંગ સલમાનની ત્રીજી પત્નીના પુત્ર છે. MBS  2015 થી 2022 વચ્ચે દેશના રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે.

વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ સાઉદી પ્રિન્સ પાસે લગભગ 25 અબજ ડોલરની વ્યક્તિગત સંપત્તિ છે. મોહમ્મદ બિન સલમાનને તેમની યુવાનીથી જ રાજકારણમાં રસ હતો. તે તેના પિતાનો સાતમો પુત્ર છે. પ્રિન્સનો શાહી પરિવાર 1932 થી સાઉદી અરેબિયા પર શાસન કરી રહ્યો છે. આ પરિવાર પાસે 1.4 ટ્રિલિયન રૂપિયાથી વધુની સંપત્તિ છે. હાઉસ ઓફ સાઉદમાં 15 હજાર લોકોનો સમાવેશ થાય છે.


40 લાખ ચોરસ ફૂટનો મહેલ

સાઉદી અરેબિયાના હાઉસ ઓફ સાઉદ પાસે બ્રિટિશ શાહી પરિવાર કરતાં 16 ગણી વધુ સંપત્તિ છે. હાઉસ ઓફ સાઉદ પાસે તેનું પોતાનું બોઈંગ પ્લેન છે, જેને હરતો-ફરતો મહેલ કહેવામાં આવે છે. સાઉદી પરિવાર અલ યમામાહ પેલેસમાં રહે છે, જેનું નિર્માણ 1983માં થયું હતું. આ પેલેસ 40 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યો છે, જેમાં ફ્લોરિંગમાં ઈટાલીથી લાવેલા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


શાહી પરિવારની કારનો કાફલો

સાઉદી શાહી પરિવાર પાસે લક્ઝુરિયસ કારનો કાફલો છે, જેની કિંમત લગભગ $22 મિલિયન છે. જેમાં રોલ્સ રોયસ ફેન્ટમ અને ગોલ્ડ પ્લેટેડ લેમ્બોર્ગિની કાર પણ સામેલ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application