અમરેલી શહેરમાં કોરોના અટકાવવા ટેસ્ટિંગ વધારાશે

  • March 22, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં કોવિડ-૧૯ના કેસમાં વધારો ન થાય તેના અગમચેતીના ભાગરૂપે તથા દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી આગોતરાં આયોજનના ભાગ‚પે કોવિડ-૧૯ના રોગચાળાને અટકાવવા નિવાસી અધિક કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.


આરોગ્ય તંત્રને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેકસીનેશન અંગે જરૂરી સૂચના આપવચામાં આવી છે. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ ઝોન નકકી કરવા માટે કોવિડ-૧૯ના પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા દર્દીઓનું ટેસ્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોવિડ-૧૯ના દર્દીઓને જરૂરિયાત મુજબ હોમ અથવા હોસ્પિટલ આઇસોલેશનમાં રાખવા. આ ઉપરાંત દવાઓ, બેડ, પીએસએ ઓક્સિજન પ્લાન્ટ, લિકવીડ ઓક્સિજન, ઓકસીજન કોન્સન્ટ્રેટર, વેન્ટીલેટર મશીન, વગેરે સાધન સામગ્રી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ર્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે.નાગરિકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસટન્સ જાળવવું, લોકોએ ગમે ત્યાં થુંકવું નહીં અને વારંવાર સાબુથી હાથ ધોવા. આ તમામ બાબતોની અમલવારીથી કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવી શકાય છે. તેમ નિવાસી અધિક કલેકટર અને અમરેલી મેનેજમેન્ટ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application