જામનગર: ચંદ્રાગા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સની અટક
સોના, પંચધાતુના નાના મોટા છતરો સહિતનો મુદામાલ કબજે
જામનગર નજીક ચંદ્રાગા ગામે તાજેતરમાં ત્રણ મંદિરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી જેનો ભેદ પંચ બી પોલીસે ઉકેલી નાખ્યો હતો અને બે શખ્સોને મુદામાલ સાથે પકડી લીધા છે.
વણશોધાયેલા ગુના શોધી કાઢવા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સેની અને લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા ઇન્ચાર્જ ડીવાયેએસપી પંડયાના માર્ગદર્શન હેઠળ સુચના કરાતા પંચકોશી બીના પીઆઇ વી.જે. રાઠોડ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ચંદ્રાગા ગામે માતાજીના મંદિરમાંથી સોના, પંચધાતુ અને પીતળનો ઘંટ સહિતના ત્રણ મંદિરમાં ચોરી થયાનો બનાવ બહાર આવ્યો હતો. જે બાબતે ફરિયાદ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન સ્ટાફના શૈલેન્દ્રસિંહ, જયપાલસિંહને સંયુકત રાહે બાતમી મળી હતી, મુદામાલ સાથે આરોપી દરેડ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરફ ઉભો છે જે બાતમીના આધારે ત્યાં જઇ બે શખ્સો ચંદ્રાગા ગામના દરબાર ડેલા ખાતે રહેતા સિદ્ધરાજ ઉર્ફે સિધો વનરાજસિંહ જાડેજા અને જામનગરના પટેલ પાર્ક પાછળ વૃંદાવન ૧ સોસાયટીમાં રહેતા મુળ વિજયપુર ગામે રહેતા હાર્દિક સુરેશ દુધાગરા નામના શખ્સોને પકડી લીધા હતા.
તેની પાસેથી સોનાના બે છતર, અલગ અલગ ડીઝાઇન વાળા નાના મોટા આકારના પંચધાતુનુ એક છતર અને પિતળનો ઘંટ મળી ૧,૫૫,૦૦૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.