દિવાળી તહેવારો માં જામનગર 108 ટિમ સલામતી માટે ખડે પગે રહેશે
જામનગર શહેર દિવાળી ના ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરે છે, આ પ્રસંગે 108 સેવા તમામ નાગરિકો ને શુભકામના પાઠવે છે. આ તહેવાર દરમિયાન આપત્કાલીન બનાવો માં સામાન્ય દિવસો કરતા વધારો થવાની શક્યતા હોય છે.જેને પહુંચી વળવા જામનગર જિલ્લા માં 19 જેટલી 108 એમ્બ્યુલેન્સ અને 92 જેટલાં સ્ટાફ 24*7 ખડે પગે સેવા માં રહેશે જેની માહિતી જામનગર ના સુપર વાઇઝર જયદેવસિંહ જાડેજા આપી છે. કેસ ના વધારા ને જોતા બધા લોકેશન ને જરૂરી દવાઓનો જથ્થો તેમજ સાધન સામગ્રી ની સધન તપાસ કરીને જરૂરિયાત મંદ નાગરિકો ઝડપી સારવાર મળી રહે તેની તૈયારી કરવામાં આવેલ છે. તહેવરોને અનુલક્ષી ને વાહન અકસ્માત તથા આગ અને દાઝી જવાના બનાવો માં વધારો જોવા મળે છે. સામાન્ય દિવસો કરતા ઇમરજન્સી કેસ માં પણ નોંધપાત્ર વધારો થવાથી સામાન્ય લોકોને કોઈ તકલીફ નાં પડે અને 108 ઇમરજન્સી સેવા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ખડેપગે રહી સેવા બજાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેટ-દ્વારકા ખાતે પહેલગામના દિવંગતોને અપાતી શ્રધ્ધાંજલિ
April 25, 2025 10:46 AMઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી રસ્તા બંધ, 1000થી વધુ પ્રવાસી ફસાયા
April 25, 2025 10:45 AMઆતંકીઓને કડક સજા મળવી જ જોઈએ, અમે ભારતની સાથે: અમેરિકા
April 25, 2025 10:43 AMનયારા એનર્જી ફરીથી લાવે છે, મહા બચત ઉત્સવ
April 25, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech