આર અશ્વિન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગ ; ત્રીજી ટેસ્ટ ૧૫ ફેબ્રુઆરીએ રાજકોટમાં રમાશે ; જયસ્વાલની બેવડી સદી અને શુભમનની સદી ટીમ ઇન્ડિયાને ફળી
હૈદરાબાદની હાર બાદ ટીમ ઈન્ડિયાએ આજે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. રોહિત શર્માની ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હાર માટે મજબૂર કરી દીધું છે. ઇંગ્લેન્ડને જીતવા માટે ૩૯૯ રનની જરૂર હતી પરંતુ બેન સ્ટોક્સની ટીમ ચોથી ઇનિંગમાં નિષ્ફળ રહી હતી. આર અશ્વિન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ૧૦૬ રનથી મેચ જીતી લીધી હતી. હવે પાંચ મેચની સિરીઝ ૧-૧થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ ૧૫ ફેબ્રુઆરીએ રાજકોટમાં રમાશે.
વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ૩૯૬ રન બનાવ્યા હતા. જયસ્વાલે ૨૦૯ રનની ઇનિંગ રમી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૨૫૩ રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે ૬ વિકેટ લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ૨૫૫ રન બનાવ્યા હતા. આ વખતે શુભમન ગીલે સદી ફટકારી હતી. જો કે આ દરમિયાન તેને ઈજા પહોચતા હવે તે આગામી મેચમાં મેદાન પર જોવા મળશે નહી.
ઈંગ્લેન્ડની બીજો ઈનિંગમાં અશ્વિને બેન ડકેટને આઉટ કર્યો અને ત્યાર બાદ અક્ષરે બીજા દિવસે રેહાન અહેમદને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ઓલી પોપની વિકેટ અશ્વિને લીધી, તે ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટ પણ ૧૬ રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરી રહેલા જેક ક્રાઉલે પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ કુલદીપે ક્રાઉલીને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જાણે કે ટીમ ઈન્ડિયાને પોતાની વિકેટ ભેટમાં આપી દીધી હોય તેમ તે શ્રેયસ અય્યરના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો. તે આસાનીથી એક રન પૂરો કરી શક્યો હોત પરંતુ તે ઝડપથી દોડ્યો નહી, પરિણામે ઈંગ્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. અંતે, બુમરાહે બેયરસ્ટો, હાર્ટલી અને શોએબ બશીરને આઉટ કરીને ઈંગ્લેન્ડનો દાવ સમેટી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech