એસટી નવી ૨૩૦૦ બસ ખરીદશે; રાજકોટ સહિત રાજ્યના ૧૬ ડિવિઝનને ફાળવાશે

  • April 11, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીની બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને લકઝરી સ્લીપર કોચ સહિતની બસોનું થશે આગમન



ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ૨૩૦૦ જેટલી નવી બસો ખરીદીને ચાલુ એપ્રિલ માસથી જ નવા વાહનો મુસાફર જનતાની સેવામાં મુકનાર હોવાનું જાણવા મળે છે.



વધુમાં નિગમના અધિકારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સહિત ગુજરાત રાજ્યના તમામ ૧૬ ડિવિઝનમાંથી તબક્કાવાર કિલોમીટર પુરા થઇ ગયા હોય તેવી બસો સંચાલનમાંથી દૂર કરીને નવી બસો મુકવામાં આવશે. નવી બસોમાં મિનિબસ, સાદી બસ, ગુર્જર નગરી તેમજ લકઝરી સ્લીપર કોચ સહિતના વાહનોની ખરીદી થશે.



દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રમાંથી નિગમને સૌથી વધુ આવક કમાવી આપતા રાજકોટ એસટી ડિવિઝનમાં હાલ અંદાજે ૧૦૦ જેટલી ઓવરએજ બસ દોડાવવામાં આવી રહી છે.



આગામી દિવસોમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ભુજ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના છ ડિવિઝન પાસેથી ઓવરએજ બસોનું લિસ્ટ મંગાવાશે અને જરૂરિયાત મુજબ નવી બસોની ફાળવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application