ટૂંક સમયમાં એપલ ભારતમાં 5 લાખ લોકોને આપશે રોજગાર

  • April 22, 2024 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી વર્ષોમાં એપલ પોતાનું ઉત્પાદન પાંચ ગણું વધારે તેવી યોજના : એપલના બે પ્લાન્ટ ચલાવનાર ટાટા ઈલેક્ટ્રોનિક્સ સૌથી મોટી જોબ જનરેટર


એપલે શિપમેન્ટમાં 10-મિલિયનના આંકને વટાવી દીધો છે અને પહેલી વાર વર્ષમાં આવકમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. એપલએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં 5 લાખથી વધુ લોકોને રોજગારી આપે તેવી અપેક્ષા છે.


હાલમાં એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપી છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી મોટી જોબ જનરેટર છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “એપલ ભારતમાં ભરતીને વેગ આપી રહી છે. અંદાજ મુજબ, તે તેના સેલર્સ અને સપ્લાયર્સ દ્વારા આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી આપશે." 


આગામી 4-5 વર્ષમાં એપલ ભારતમાં તેનું ઉત્પાદન પાંચ ગણું વધારીને 40 બિલિયન ડોલર (લગભગ 3.32 લાખ કરોડ) કરવાની યોજના છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, એપલે 2023માં પ્રથમ વખત સૌથી વધુ આવક સાથે ભારતના બજારનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે સેમસંગ વોલ્યુમ સેલિંગની દ્રષ્ટિએ ટોચ પર હતું.
​​​​​​​

કંપનીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે એપલે શિપમેન્ટમાં 10-મિલિયન-યુનિટના આંકને વટાવી દીધો છે અને પ્રથમ વખત કેલેન્ડર વર્ષમાં આવકમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટ્રેડ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ધ ટ્રેડ વિઝનના જણાવ્યા અનુસાર ભારતમાંથી એપલની આઇફોન નિકાસ 2022-23માં 6.27 બિલિયન ડોલર થી વધીને 2023-24માં 12.1 બિલિયન ડોલર થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application