ગઢડાના આડતાળા ગામે સીમ વિસ્તારમાં પુત્રએ પિતાને દાતરડાના ઘા ઝીંકી કરી હત્યા

  • August 16, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પુત્ર અને પુત્રના પરિવારને હેરાન કરી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા હોય અને પુત્રની પત્ની પર ખરાબ નજર કરતા હોય રોષે ભરાયેલા પુત્રએ પિતાને મોતને ધત ઉતારી દીધા


બોટાદ જિલ્લાના ગઢડા તાબેના આડતાળા ગામની સીમમાં રહેતા આધેડ પત્ની માસ પહેલા કોઈ સાથે ભાગી ગયા હોય અને તેમાં આઘેડ પુત્ર અને પુત્રના પરિવાર સાથે આ બાબતે વારંવાર શંકા રાખી ઝઘડો કરતા હોય અને પુત્રની પત્ની પર પણ નજર બગાડતા હોય અને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાને લઇ રોષે ભરાયેલા પુત્રએ પિતાને ગાળાના ભાગે દાતરડા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ફરિયાદ ગઢડા પલિસ મથકમાં નોંધાઇ હતી.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાબેના આડતાળા ગામની સીમમાં રહેતા દીપકભાઈ બળરાંભાઈ બાંભણિયા એ ગઢડા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે રઘુરામભાઈ બાંભણિયા નાં પત્ની ચારેક મહિના પહેલા કોઇની સાથે ભાગી ગયેલ હોય આ બાબત ની રઘુરામભાઈ બાંભણિયા દાઝ રાખી સાવતભાઈ રઘુરામભાઈ બાંભણિયા અને તેમના પરિવાર સાથે અવાર નવાર માથાકુટ કરી મારી નાખવા ની ધમકી આપતા હતા. 


સાવતભાઈની પત્ની માધુરી સામે પણ રઘુરામભાઈ ખરાબ નજરથી જોતા હોય અને ગઇકાલે પણ રઘુરામભાઈ લોખંડનુ મોટુ દાતરડું લઇને સાવતભાઈ તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર ઘટનાથી રિશે ભરાયેલા સાવતભાઈ રઘુરામભાઈ બાંભણિયાએ લોખંડના મોટા દાતરડા વડે પિતા રઘુરામભાઈ ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.દરમિયાનમાં રઘુરામભાઈને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા 


જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યાંથી પીએમ માટે ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મૃતકના ભત્રીજા દીપકભાઈ બળરામભાઈ બાંભણિયા એ ગઢડા પોલીસ મથકમાં કાકાના દીકરા સાવાન વિરૂધ્ધ

ઇ.પી.કો. કલમ-૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબની ફરિયાદ નોઘવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application