કલ્યાણપુર, દ્વારકામાંથી છ જુગારીઓ ઝડપાયા
૧૨ હજારની રોકડ અને ગંજીપતા જપ્ત: રૂપેણ બંદરે એકી-બેકીનો જુગાર
કલ્યાણપુરથી આશરે ૨૪ કિલોમીટર લાંબા ગામેથી જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દેવીનભા ભીમાભા માણેક, દેવુભા કરશનભા હાથલ, કાનાભા વીરાભા ભાયા અને આસરીયાભા કનૈયાભા ગાધ નામના ચાર શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૨,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી એલસીબી પોલીસે રજાક મામદ બેતારા અને અબ્બાસ હાસમ શેખ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા ઝડપી લઇ, રૂ. ૧૫૪૦ ની રોકડ રકમ કબજે કરી હતી.